Home /News /national-international /જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ, હિજ્બુલ કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ, હિજ્બુલ કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં તૈનાત સુરક્ષાજવાનો

જમ્મુ અને કાશ્મીરના કુલગામ સ્થિત ચૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે.

    જમ્મુ અને કાશ્મીરના કુલગામ સ્થિત ચૌગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓને ઘેરી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વોન્ટેડ આતંકવાદી હિજ્બુલ મુજાહિદીનના કમાન્ડર ગુલઝાર પદ્દાર પણ અથડામણમાં ઠાર મરાયો છે.

    આતંકવાદીઓના મોત બાદ બારામુલા અને કાજીગુંડની રેલવે સેવાઓને સ્થગિત કરવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ અલગ અલગ અથડામણમાં ગુરુવારે આઠ આતંકવાદીઓને ઠાર મરાયા હતા. જૈ પૈકી એક અથડામણમાં પોલીસ, અર્ધસૈનિક દળના 12 કર્મચારીઓ ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની હતા.



    મળતી માહિતી પ્રમાણે આ આતંકવાદીઓ પૈકી ત્રણ પાકિસ્તાન પાસે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ઠાર મરાયો હતો. જૈશ એ મોહમ્મદ (જેઇએમ)ના બે આતંકવાદીઓ સોપોર કશબામાં જેઇએમ સાથે સંકળાયેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને રિયાસી જિલ્લામાં 33 કલાક ચાલેલી લડાઇમાં ઠાર મરાયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Security forces, Terrorists, એન્કાઉન્ટર, પાકિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन