Home /News /national-international /J&K: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે ઘર્ષણ ચાલુ, લશ્કરનો ટોપ કમાન્ડર ઘેરાયો
J&K: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે ઘર્ષણ ચાલુ, લશ્કરનો ટોપ કમાન્ડર ઘેરાયો
પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે ઘર્ષણ ચાલુ
કશ્મીરનાં IG વિજય કુમારે જણાવ્યું કે, સુરક્ષાદળ (Security Force) અને આતંકવાદી (Terrorist)ની વચ્ચે પંપોરમાં ઘર્ષણ (Encounter) ચાલુ છે. જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક ઘેરાઇ ગયો છે. આપને જણાવી દઇએ કે, જમ્મૂ-કશ્મીર પોલીસે જે ટોપ 10 આતંકવાદીઓની લિસ્ટ તૈયાર કરી છે તેમાંથી એક ઉમર મુશ્તાક પણ છે. ઉમર શ્રીનગરમાં બે પોલીસકર્મીઓની હત્યામાં શામેલ છે.

જાણકારી મુજબ ભારતીય સુરક્ષાદળનાં ગુપ્ત જાણકારી મળી હતી કે લશ્કરનાં કમાંડર પુલવામાનાં પંપોર વિસ્તારમાં છુપાયેલો છે. ખુફિયા માહિતીને આધારે સુરક્ષાદળે સ્થાનિક પોલીસ સાથે મળીને આ વિસ્તારને ઘેરી લીધો હતો અને લશ્કરનાં કમાન્ડર ઉમર મુશ્તાકે સરેન્ડર કરવાં કહ્યું હતું.
પોતાને ફસાયેલો જોઇ આતંકીએ એક ઘરથી સુરક્ષાદળ પર ફાયરિંગ શરૂ કરી હતી. આતંકી તરફથી કરવામાં આવેલી ફાયરિંગ બાદ સુરક્ષાદળને પણ ફાયરિંગ કરવાની જરૂર પડી. આ ઝડપમાં હજુ સુધી આતંકી માર્યો ગયો કે પકડાઇ ગયાની જાણકારી મળી નથી. આપને જણાવી જઇએ કે, જમ્મૂ કશ્મીર પોલીસે જે ટોપ 10 આતંકીઓની લિસ્ટ તૈયાર કરી છએ તેમાં ઉમર મુશ્તાક પણ એક છે. ઉમર શ્રીનગરમાં બે પોલીસકર્મીઓની હત્યામાં શામેલ છે.
8 વખત થયું આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ 11 આતંકીઓ ઠાર- શ્રીનગરનાં બેમીના વિસ્તારમાં શુક્રવારનાં થયેલી પોલીસ ઝડપમાં જમ્મૂ અને કશ્મીર પોલીસનાં એક આતંકીને ઠાર માર્યો હતો. આ પહેલાં શુક્રવારનાં પોલીસે પુલવામામાં અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આઇજી કશ્મીર વિજય કુમારનાં જણાવ્યાં અનુસાર આતંકવાદીઓએ નાગરીકો પર હુમો કર્યો હતો. જેનો અમે તુરંત જ જવાબ આપ્યો હતો. આ ઘર્ષણમાં 11 આતંકવાદીઓ ઠાર માર્યા ગયા હતાં. શ્રીનગર શહેરમાં પાંચ આતંકવાદીઓ હતાં. જેમાંથી બે શુક્રવારે માર્યા ગયા હવે ત્રણ આતંકવાદીઓની શોધ બાકી છે. પુલવામા અને બેમિનાની ઝડપ આજે પૂર્ણ થઇ ગઇ છે.