જમ્મુ-કાશ્મીરનું 14 મહિનાથી ઓછા સમયમાં થશે નવું સીમાંકન

News18 Gujarati
Updated: August 24, 2019, 11:24 AM IST
જમ્મુ-કાશ્મીરનું 14 મહિનાથી ઓછા સમયમાં થશે નવું સીમાંકન
પ્રતીકાત્મક તસવીર

ચૂંટણી પંચની યોજના અનુસાર સમગ્ર પ્રક્રિયા નવથી દસ ચરણમાં પૂરી થશે

  • Share this:
જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યાના થોડા દિવસો બાદ ચૂંટણી પંચે નવા સીમાંકન (Delimitation)ને પૂરું કરવા માટે તૈયાર છે. NEWS18ને મળેલા રિપોર્ટ મુજબ સમગ્ર યોજના પૂરી કરવામાં લગભગ 14 મહિના લાગશે.

સૂત્રોએ કહ્યું કે, ચૂંટણી પંચની યોજના અનુસાર, સમગ્ર પ્રક્રિયા નવથી દસ ચરણોમાં પૂરી થશે અને આ પ્રક્રિયા ગૃહ મંત્રાલયથી સત્તાવાર અધિસૂચના પ્રાપ્ત થતાં જ શરૂ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચે વર્ષ 2000-2001માં ઉત્તરાખંડમાં પોતાના અનુભવના આધારે રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ પહેલા ચૂંટણી પંચે પોતાના અધિકારીઓને સીમાંકનના હાલના ઉદાહરણોનું અધ્યયન કરવા માટે કહ્યું હતું- જેમ કે ઉત્તરાખંડને ઉત્તર પ્રદેશથી અલગ કર્યા બાદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, કાશ્મીર મુદ્દે બધેથી જાકારો મળ્યા બાદ પાકિસ્તાને હવે જર્મનીને કરી આજીજી

મંજૂરી પ્રક્રિયાને પૂરી કરતી વખતે જનસંખ્યાને સરહદોને પુન: વિતરણ અને ફાળવણીના આધારે બનાવવામાં આવે છે. આ કાર્ય ચાર સભ્યની સીમાંકન આયોગને સોંપવામાં આવ્યો છે, જેમાંથી એક સભ્ય ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરે છે.

નવા સીમાંકન બાદ કેવી હશે સ્થિતિ?જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ હશે અને તેની વિધાનસભાની મહત્તમ શક્તિ 107 હશે જે સીમાંકન બાદ 114 સુધી વધી જશે. વિધાનસભાની 24 સીટો ખાલી રહી જશે કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંતગર્ત આવે છે.

નોંધનીય છે કે, સંસદે ગત મહિને રાજ્યને બે ભાગ કરવાના કાયદાને મંજૂરી આપી દીધી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીર અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર અને લદાખના વિભાજનનો કાયદા પર સહમતિ આપી. બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થા જેવા મુખ્ય વિષય કેન્દ્રની પાસે હશે.

આ પણ વાંચો, ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ, મેક્રોંએ કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈ દેશ દખલ ન કરે
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading