Terror Activity in Jammu Kashmir: કાશ્મીર ઝોન પોલીસે (Kashmir zone police) જારી કરેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદી (terrorist)ઓએ શ્રીનગરના ઇદગાહ, મેરજાનપોરા, પીએસ સફારદળમાં એક નાગરિક રૌફ અહમદ પર ગોળીબાર (Civilian shot dead) કર્યો હતો.
શ્રીનગર . જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદીઓ નાપાક ઇરાદાઓને અંજામ આપવામાંથી બાજ નથી આવી રહ્યાં. શુક્રવારે આતંકવાદીઓએ ઘાટીમાં બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. શ્રીનગરમાં આતંકવાદીઓએ ઈદગાહ(Idgah) વિસ્તારમાં સામાન્ય લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત (Civilian shot dead) નીપજ્યું હતું.
કાશ્મીર ઝોન પોલીસે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહના મેરજાનપોરા ખાતેના નાગરિક રૌફ અહમદ પર ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તને એસએમએચએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અનંતનાગમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મીને નિશાન બનાવીને ગોળીબાર કર્યો અનંતનાગના પીએસ બિજબેહરાના પોલીસ કર્મચારી એએસઆઈ મોહમ્મદ અશરફ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
પોલીસ અધિકારીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા બાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ચાર આતંકવાદીઓ માર્યા ગયા અગાઉ સરકારે બુધવારે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા લઘુમતી સમુદાયના લોકોને નિશાન બનાવતા કેટલાક હુમલા કરવામાં આવ્યા હતા અને આવી ઘટનાઓમાં સામેલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભાને માહિતી આપી હતી કે આ હુમલાઓ સરહદ પારથી પ્રાયોજિત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ એકંદરે ઘટી છે અને 2018માં આવી 417 ઘટનાઓ બની હતી જ્યારે 2021માં 30 નવેમ્બર સુધી આવી 203 ઘટનાઓ બની હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર