Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં હવે કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બીયર વેચી શકશે, જાણો નિયમ અને શરતો

જમ્મુ-કાશ્મીરમાં હવે કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બીયર વેચી શકશે, જાણો નિયમ અને શરતો

જમ્મુ-કાશ્મીરમાં હવે ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર બીયરનું વેચાણ થશે

Jammu and Kashmir: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં હવે ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર બીયરનું વેચાણ થશે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેની આબકારી નીતિમાં ફેરફાર કર્યો છે, જેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરના મોટા શહેરોમાં મુખ્ય કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર ટૂંક સમયમાં જ કાઉન્ટર્સ પર બીયર અને અન્ય રેડી ટૂ ડ્રિંક પેય વેચી શકશે.

વધુ જુઓ ...
    કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં હવે ટૂંક સમયમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર બીયરનું વેચાણ થશે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેની આબકારી નીતિમાં ફેરફાર કર્યો છે, જેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરના મોટા શહેરોમાં મુખ્ય કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર ટૂંક સમયમાં જ કાઉન્ટર્સ પર બીયર અને અન્ય રેડી ટૂ ડ્રિંક પેય વેચી શકશે. હકીકતમાં ગયા અઠવાડિયે શ્રીનગરમાં યોજાયેલી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની વહીવટી પરિષદે શહેરી વિસ્તારોમાં બીયર અને અન્ય રેડી-ટુ-ડ્રિંક (RTD) પીણાં વેચવા માટે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સને અધિકૃત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

    મીડિયા રિપોર્ટના અનુસાર, ગ્રોસરી શોપ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં મળતા રેડી-ટુ-ડ્રિંક બેવરેજિસની યાદીમાં બીયર સિવાય આલ્કોહોલિક અને નોન-આલ્કોહોલિક ડ્રિંક્સ સામેલ થઈ શકે છે. નોન આલ્કોહોલિક ડ્રિંક્સમાં આઈસ્ટ ટી, ચોકલેટ મિલ્ક, એનર્જી ડ્રિંક વગેરે સામેલ થઈ શકે છે, જ્યારે આલ્કોહોલિક ડ્રિંકમાં હાર્ડ લેમનેડ, હાર્ડ કોલા અને વોડકા વગેરેનો સમાવેશ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલે જમ્મુ અને કાશ્મીર લિકર લાયસન્સ અને વેચાણ નિયમો, 1984 અને આબકારી નીતિ 2023-24માં જોગવાઈઓને સામેલ કરવા માટે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં બીયર અને રેડી ટુ ડ્રિંક પીણાંના છૂટક વેચાણ માટેના લાયસન્સને મંજૂરી આપી દીધી છે.

    જો કે, તમામ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર બીયરના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. માત્ર એવા ડિપાર્ટમેન્ટલ સ્ટોર આ યોજના માટે અરજી કરવા માટે યોગ્ય હશે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હોય અને લઘુત્તમ વિસ્તાર 1200 ચોરસ ફૂટ હોય. સાથે જ જમ્મુ અને શ્રીનગર શહેર સ્થિત આવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું પાંચ કરોડ અને અન્ય જિલ્લાના શહેરી વિસ્તારોમાં 20 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું વાર્ષિક ટર્નઓવર હોવું જોઈએ. તે સિવાય 10 કરોડ રૂપિયથી વધુ વાર્ષિક ટર્નઓવરવાળા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, જેની સંપૂર્ણ ચેન હોય, તેઓ તેમના દરેક સ્ટોર માટે અલગ લાઇસન્સ માટે અરજી કરવા પાત્ર છે.

    એટલું જ નહીં અરજી કરવાની તારીખથી 12 મહિના પહેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખુલ્લા હોવા જોઈએ. જો કે, આ શરત ડિપાર્ટમેન્ટલ સ્ટોરની ચેન સાથે સંબંધિત નવા અથવા હાલમાં જ ખોલવામાં આવેલા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના કિસ્સામાં લાગુ નહીં થાય, જેનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડ રૂપિયાથી વધારે છે. ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ઓછામાં ઓછ છ કરિયાણા કરિયાણીની વસ્તુઓમાં ફ્રોઝન ખાદ્ય પદાર્થ, કન્ફેક્શનરી, બેકરી આઈટમ, પ્રસાધન સામગ્રી, ઘરેલુ વસ્તુ, વાસણ, રમત-ગમતની વસ્તુ, ઈલેક્ટ્રોનિક વસ્તુ, વસ્ત્રો અને સ્ટેશનરીનું વેચાણ કરી શકશે. તેમજ નિર્ણયના અનુસાર, પેટ્રોલ પંપ પર સ્થાપિત ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે લાયસન્સ પ્રદાન કરવા માટે અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Jammu and kashmir, Jammu Kashmir News, Wine

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन