જમ્મુ કાશ્મીર : 18 કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોએ 8 આતંકીને ઠાર કર્યા

જમ્મુ કાશ્મીર : 18 કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોએ 8 આતંકીને ઠાર કર્યા
પ્રતિકાત્મક તસવીર

આ વાતની જાણકારી જમ્મુ કાશ્મીરમાં વિક્ટર ફોર્સના જનરલ ઓપરેશન કમાંડિંગ સેનગુપ્તાએ આપી

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)માં શુક્રવારથી ચલાવવામાં આવેલા આતંકીરોધી અભિયાનમાં અત્યાર સુધી 8 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે એક આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું છે. આ વાતની જાણકારી જમ્મુ કાશ્મીરમાં વિક્ટર ફોર્સના જનરલ ઓપરેશન કમાંડિંગ (GOC) સેનગુપ્તાએ આપી હતી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન બે ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા. જે 18 કલાકથી પણ વધારે ચાલ્યા હતા. તેમણે એ પણ કહ્યું કે આ ઓપરેશનમાં જમ્મુ કાશ્મીર પોલીસે (Jammu-Kashmir Police) સુરક્ષા બળો સાથે મળીને કર્યું છે.

  જમ્મુ કાશ્મીરમાં વિક્ટર ફોર્સના જનરલ ઓપરેશન કમાંડિંગ ઓપરેશન સેનગુપ્તાએ જણાવ્યું કે કાલે બપોરે શરૂ થયેલા અને 18 કલાકથી વધારે ચાલેલા બે ઓપરેશના અંતર્ગત જમ્મુ કાશ્મીર પોલીસ અને આરઆર બટાલિયનની સટીક ગુપ્ત જાણકારી અને સખત મહેનતથી અમે 8 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળ રહ્યા છીએ. સાથે એક આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું છે. આ ઓપરેશન વિશે સેનાએ શુક્રવારે કહ્યું હતું કે આતંકીઓ પાસેથી 2 એકે 47 રાઇફલ અને 3 પિસ્તોલ મળી આવી છે.  આ પણ વાંચો - રૈનાના પરિવાર પર પઠાનકોટમાં થયો હુમલો, નજીકના સંબંધીનું મોત, એકની સ્થિતિ ગંભીર!

  આ ઘટના વિશે કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું કે શોપિયાં પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે 4-5 આતંકવાદી કિલુરા વિસ્તારમાં એક બાગમાં છે. જ્યારે સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો તો આતંકવાદીઓએ તેમના ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં આતંકવાદી માર્યા ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published:August 29, 2020, 20:06 pm

  ટૉપ ન્યૂઝ