J&K: શ્રીનગરના પંથા ચૌકમાં સુરક્ષાદળોની સાથેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેતા તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, વળતી કાર્યવાહીમાં ત્રણ આતંકીને ઢાળી દેવાયા

  • Share this:
    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પંથા ચૌક (Pantha Chowk, Srinagar) માં સુરક્ષા દળો (Secuirt Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર (Encounter)ના અહેવાલ સામે આવ્યા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા છે જ્યારે ક્રોસ ફાયરિંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે. હજુ પણ વિસ્તારમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાના અહેવાલ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

    મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે કેટલાક આતંકવાદી શ્રીનગરના પંથા ચૌકની પાસે કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં ફરી રહ્યા છે. સૂચનાના આધારે ભારતીય સુરક્ષાદળોએ CRPFની ટીમ અને સ્થાનિક પોલીસની મદદથી વિસ્તારને ઘેરી દીધો. આ દરમિયાન આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

    આ પણ વાંચો, Unlock 4: શું નવા ફેરફાર થયા અને શું પહેલાની જેવું જ રહ્યું?

    હજુ પણ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક લોકોને ઘરોની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારતીય જવાન વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

    આ પણ વાંચો, સપ્ટેમ્બર મહિનામાં કયા-કયા દિવસે બંધ રહેશે આપની બેન્ક, ચૅક કરો RBIની યાદી

    24 કલાકમાં ઠાર મરાયા 11 આતંકવાદી

    સુરક્ષા દળોની કાર્યવાહીથી ઉશ્કેરાઈને આતંકવાદીઓએ શ્રીનગરના પંથા ચૌક પર પોલીસ અને CRPFના સંયુક્ત નાકા પર શનિવાર મોડી રાત્રે ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ CRPFના ફાયરિંગમાં એક આતંકી ઠાર મરાયો. આ પહેલા શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા. કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમાર મુજબ, શુક્રવારે શોપિયાંના કિલૌર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા, જ્યારે એકને પકડવામાં સફળતા મળી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: