પોલીસના જણાવ્યા અનુસાર સેના (Indian Army), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા (Terrorist Encounter) છે. પોલીસે જણાવ્યું કે, AK-56, ગ્રેનેડ અને દારૂગોળો સહિત હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો
જમ્મુ-કાશ્મીર : છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) માં સેનાએ આતંકવાદીઓને ઠાર (Terrorist Encounter) માર્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah)સરહદ પાર ડ્રોન પ્રવૃત્તિમાં વધારો અને સ્ટીકી બોમ્બના જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પોલીસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા 4 આતંકીઓમાં ત્રણ પાકિસ્તાની હતા, જ્યારે ચોથાની ઓળખ કરવામાં આવી રહી છે.
સરહદ પારથી ઘૂસણખોરી સામે કેન્દ્ર "જીરો-ટોલરન્સ"ની નીતિ માટે દબાણ કરી રહ્યું છે અને શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જમ્મુ અને કાશ્મીર"ના વિઝનને સાકાર કરવા માટે તે ખુબ જરૂરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સેના, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે જણાવ્યું કે, AK-56, ગ્રેનેડ અને દારૂગોળો સહિત હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.
કાશ્મીર ખીણમાં આ વર્ષની અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓ વચ્ચે શાહે 15 દિવસમાં ઓછામાં ઓછી બે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. મંગળવારની બેઠકનો કેન્દ્રીય એજન્ડા ડ્રોન અને સ્ટીકી બોમ્બ જેવા નવા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સશસ્ત્ર દળો દ્વારા ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરવાનો હતો.
ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક અલગ બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં નેશનલ સુરક્ષા એજન્સી, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને સરહદ સુરક્ષા દળના વડાઓ સાથે વાતચીત કરી હતી. તેઓએ આતંકવાદી જોખમોનો સામનો કરવા ટેક્નોલોજીના ઉપયોગ અંગે પણ ચર્ચા કરી હતી.
અઠવાડિયાની શરૂઆતમાં, શાહે ડોભાલ અને RAW ચીફ સમનત ગોયલ સહિત અન્ય ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરી, જ્યાં મે મહિનાથી અનેક હત્યાઓ થઈ છે. શાહે 3 જૂને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરવા અને કોવિડ-19 મહામારીને કારણે બે વર્ષના અંતરાલ પછી થઈ રહેલી વાર્ષિક યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર