J&K: 9 વર્ષની બાળકીનું અપહરણ કરી યૌન ઉત્પીડનના આરોપમાં આર્મીના 3 જવાનોની ધરપકડ

જેમાં ટેકનિકલ એનાલિસિસમાં મદદ તેમજ બાતમીના આધારે દાહોદ એલ.સી.બીએ મુંબઈની મહિલા હેયો મિયંગ અને નાઇઝીરિયન યુવક પ્રિન્સ ઇફેની મુંબઈ ખાતેથી ધરપકડ કરી દાહોદ લાવવામાં આવ્યા હતા. જ્યાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આગળની તપસમાં વધુ નામો પણ ખૂલવાની શક્યતા રહેલી છે. 

આર્મીના 3 જવાનો પર આરોપ છે કે તેમણે સગીરાને કારમાં ખેંચીને અપહરણ અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો

 • Share this:
  (મુફ્તી ઈસ્લામ)

  શ્રીનગર.
  જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના બાંદીપોરા (Bandipora)માં 9 વર્ષની એક સગીરાનું અપહરણ (Kidnap) કરીને યૌન ઉત્પીડન (Molestation)નો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ભારતીય સેના (Indian Army)ના ત્રણ જવાનોની આ મામલામાં ધરપકડ (Three Army Troopers Accused) કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ત્રણ સૈનિકો પૈકી એક જવાન કાશ્મીરનો સ્થાનિક નિવાસી છે, જ્યારે બે અન્ય રાજ્યના છે. જોકે, આર્મી તરફથી આ મામલામાં કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

  સાક્ષીઓ અને પોલીસ (Police) તરફથી મળતી જાણકારી મુજબ, 9 વર્ષની બાળકી ઉત્તર કાશ્મીર (North Kashmir) જિલ્લાના ચેવા જિલ્લાની છે. બાળકીના પરિવાર તરફથી ફરિયાદ કરાયા બાદ સંબલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની વિરુદ્ધ IPCની કલમ 341, 363, 511 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) પ્રમુખ મહબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ સવાલ ઉઠાવ્યા છે.

  આ પણ વાંચો, આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને અપાશે ફાંસી, તૈયારી શરૂ

  તેઓએ ટ્વીટ કર્યું કે, બાંદીપોરાના સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે આર્મીના 3 જવાનોને 9 વર્ષની બાળકીનું અપહરણ અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. મુફ્તીએ પોતાના આ ટ્વીટમાં પોલીસ વ્યવસ્થ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. તેઓએ લખ્યું કે, પીડિતાના પરિવારે FIR પરત લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ ન્યાયની સાથે મજાક છે અને તાત્કાલિક નિષ્પક્ષ તપાસ સ્થાપિત કરવી જોઈએ, જેથી તેમને આકરી સજા આપી શકાય.

  આ પણ વાંચો, એસ્કોર્ટ સર્વિસની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ભાંડો ફુટ્યો, યુવતીઓ સહિત 5ની ધરપકડ

  બાંદીપોરાના એસએસપી રાહુલ મલિકે News18 સાથેની વાતચીતમાં કહ્યું કે, 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે મામલો ‘સંવેદનશીલ’ હોવાના કારણે તેમની ઓળખ જાહેર નથી કરવામાં આવી. તેઓએ કહ્યું કે, અમે ફરિયાદી અને આરોપી બંનેની ઓળખને ગુપ્ત રાખી છે. આરોપીઓની વિરુદ્ધ આરોપ નક્કી થતાં અમે આગળની કાર્યવાહી કરીશું.

  મલિકે એ વાતની પુષ્ટિ કરી છે કે સ્થાનિક લોકોની ફરિયાદના આધારે ત્રણની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, દરેક બાબતની તપાસ કરવામાં આવશે. સ્થાનિક ન્યૂઝ એજન્સી Kashmirwalla સાથે વાત કરતાં બાળકીના પિતાએ જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ તેમને આ જાણકારી આપી છે કે ત્રણ લોકો મારુતિ ઓલ્ટો કારમાં બેસીને આવ્યા હતા અને બાળકીને કારની અંદર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીના પિતાએ કહ્યું કે, તે કારમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ રાખેલી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: