J&K: ટોપ 21 આતંકવાદીઓનો સફાયો કરશે સેના, રજૂ કર્યું હિટલિસ્ટ

News18 Gujarati
Updated: June 23, 2018, 3:47 PM IST
J&K: ટોપ 21 આતંકવાદીઓનો સફાયો કરશે સેના, રજૂ કર્યું હિટલિસ્ટ
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેના કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેના કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. ટોપ 21 આતંકવાદી સેનાની હિટ લિસ્ટમાં છે. શુક્રવારે કશ્મીરના નૌશેરા વિસ્તારમાં સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર (ISJK)ના પ્રમુખ દાઉદ અહમદ સલાફી અને તેમના ત્રણ સાથીઓને માર્યા બાદ સેનાએ આ યાદી તૈયાર કરી છે.

પોલીસ ઉપર કરાયેલા અનેક આતંકી હુમાલો અને પથ્થરમારામાં દાઉદ સામેલ હતો. તેણે અનેક વખત પોલીસ પાસેથી હથિયાર લૂંટ્યા હતા. ગવર્નર શાસન હોવા છતાં તેના એન્કાઉન્ટરને સુરક્ષાદળોની મોટી સફળતાના રૂપમાં જોવામાં આવે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર પ્રમાણે સુરક્ષાદળો સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું હતુંકે, 21 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ યાદી પ્રમાણે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં 11 આતંકવાદીઓ હિજબુલ મુઝાહિદ્દીન અને 7 આતંકી લશ્કર એ તૈયબાના છે. 2 આતંકી જૈશ એ મહોમ્મદ અને એક આતંકી અંસાર ધાઝવત ઉલ હિંસના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 6 આતંકવાદીઓને A++ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. આ છ આતંકવાદીઓએ અનેક લોકોની હત્યા કરી છે. સેના અત્યારે આ 21 આતંકવાદીઓ ઉપર વધારે ધ્યાન આપે છે.

જો આ 21 આતંકવાદીઓને મારવામાં આવશે તો ઘાટીમાં શાંતિ ફેલાશે. ત્યારબાદ કોઇ નવા આતંકવાદીને પોતાનો એક્કો જમાવવા માટે વધારે સમય લાગશે. જે આતંકવાદીઓ A++ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમના ઉપર 12 લાખનું ઇનામ રાખવામાં આવ્યું છે.

આ આતંકવાદીઓમાં હિજ્બ રિયાઝ અહમજ નાઇકૂ (કાશ્મીરમાં ચીફ ઓપરેશન કમાન્ડર), અલ્તાફ અહમદ ડાર (ડિવિઝન કમાન્ડર, દક્ષિણ કશ્મીર), ઉમર મજીદ ગનઇ (હવૂરા કુલગાંવ કા નિવાસી), જીનત ઉલ ઇસ્લામ (સુગન, શોપિયાં), અહમદ મીર (ચક ચોલન, શોપિયા) અને એજીએચ કમાન્ડર ઝાકિર રાશિદ ભટ્ટના નામનો સમાવેશ થાય છે.

પાકિસ્તામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ પણ સેનાની હિટ લિસ્ટમાં છે. અબુ મુસ્લિમ, અબુ જરગામ અને મોહમ્મદ નાવેદ જાદ છે. આ ત્રણે આતંકવાદીઓને A+ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. હિટ લિસ્ટમાં હિબ્જના અશરફ ખાન (કોકરનાગ, અનંતનાગ), મોહમ્મદ અબ્બાસ શેખ (કેમૂહ, કુલગામ), સૈફુલ્લાહ મીર (મલંગપુર, પુલવામા) લાતિફ અહમદ ડાર (ડોગીરપુર, અવન્તીપુર), ઉમર ફેયાઝ લોન(ત્રાલ) મનાન વાણી (કુપવાડા), જુનૈદ અશરફ સેહરાઇના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લશ્કરે આઝાદ અહમદ માસલિક (માલિકપુરા, અનંતનાગ), શકૂર અહમદ ડાર (તેંગપૂરા, કુલગાંવ) અને રિયાઝ અહમદ ટાર (સેઠરગન પુલવામા)નું નામ પણ હિટ લિસ્ટમાં સામેલ છે. જૈસ એ મોહમ્મદના જાહિદ અહમદ વાણી અને મુદસ્સર અહમદ ખાનને પણ હિટ લિસ્ટમાં સમાવેસ થાય છે.
First published: June 23, 2018
વધુ વાંચો
अगली ख़बर