જમ્મુ-કાશ્મીર : શ્રીનગરની પાસે સુરક્ષાદળ સાથેના એકાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર માર્યા

ફાઇલ ફોટો

સુરક્ષાબળોએ ગુપ્તચર માહિતીના આધારે રનબીરગઢમાં કેટલાક આંતકીઓ છુપાયાની જાણકારી મળી હતી.

 • Share this:
  જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તાર રનબીરગઢમાં શનિવારે સવારે ભારતીય સુરક્ષાબળો (Indian Security Force) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે એન્કાઉન્ટરમાં બે આંતકીઓ ઠાર મરાયા. આ વિસ્તારમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. જેથી અન્ય કોઇ આંતકી હોય તો તે અંગે જાણકારી મળી શકે.

  પોલીસના એક અધિકારીએ કહ્યું કે ભારતીય સુરક્ષાબળોએ ગુપ્તચર માહિતીના આધારે રનબીરગઢમાં કેટલાક આંતકીઓ છુપાયા છે અને તે કોઇ મોટી ઘટનાને અંજામ આપશે તે સૂચના આધારે કાર્યવાહી કરી હતી. સેના અને સ્થાનિક પોલીસ તથા સીઆરપીએફની એક ટીમે આ વિસ્તારને કોર્ડન કરવાની શરૂઆત કરી હતી. જ્યારે તમામ ઘરોમાં તલાસી ચાલી રહી હતી ત્યારે એક ઘરમાંથી આંતકીઓ ફાયરિંગ શરૂ કર્યું. જે પછી ભારતીય સુરક્ષાબળોએ સામે જવાબી કાર્યવાહી હેઠળ આત્મસમર્પણ કરવાનું કહ્યું પણ ફાયરિંગ ચાલુ રહેતા પોલીસ કાર્યવાહી શરૂ કરી.

  વધુ વાંચો : પેટ્રોલપંપ ધારકોને હવે ઓછું પેટ્રોલ-ડીઝલ આપવું ભારે પડશે, ગ્રાહક ફરિયાદ કરશે તો લાઇસન્સ થશે રદ

  આતંકીઓના સતત ફાયરિંગના કારણે જવાબમાં ભારતીય સુરક્ષાબળોએ પણ ગોળીઓ ચલાવી. અત્યારે જે ખબર મળી છે તે મુજબ આ હિંસક અથડામણમાં બે આંતકીઓની મોત થઇ છે. જ્યારે અન્ય કોઇ આતંકી પણ આસપાસના વિસ્તારમાં છુપાયેલો હોવાની સંભાવના સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ ફાયરિંગ રોકવામાં આવ્યું છે.

  અધિકારીઓએ જણાવ્યું છે કે આંતકીઓની ઓળખ અને તે કયા સંગઠન સાથે જોડાયેલા છે તે મામલ હાલ શરૂઆતી તપાસ શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં લાંબા સમયથી આતંકવાદીઓ અને સેના વચ્ચે આ રીતના એન્કાઉન્ટર ચાલી રહ્યા છે. જ્યાં અમુક વિસ્તારમાં સેનાને આતંકવાદી મુક્ત વિસ્તાર કરવાની સફળતા પણ મળી છે.
  Published by:Chaitali Shukla
  First published: