જમ્મુ-કાશ્મીરમાં 5 વર્ષમાં 963 આતંકી ઠાર મરાયા, 413 જવાનો શહીદ થયા

સરકારે મંગળવારે લોકસભામાં કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના ભાગરૂપે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

News18 Gujarati
Updated: July 16, 2019, 7:36 PM IST
જમ્મુ-કાશ્મીરમાં 5 વર્ષમાં 963 આતંકી ઠાર મરાયા, 413 જવાનો શહીદ થયા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 16, 2019, 7:36 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ભારત સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ સરકાર આરપારની લડાઈ લડી રહી છે, આતંકવાદને જમ્મુ-કાશ્મીરમાં જડમૂળમાંથી ઉખેડી નાંખવાના ભાગરૂપે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકસભામાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં એનડીએની સરકારના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 963 આતંકવાદી ઠાર મરાયા હતા જ્યારે જુદી જુદી સરુક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા 413 જવાનો શહીદ થયા હતા.

ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકારની ઝીરો ટોલરન્સ નીતિના કારણે જમ્મુ-કાશ્મીરમાં સતત ઑપરેશન શરૂ છે. વર્ષ 2014-19 દરમિયાન સુરક્ષાદળોએ અસરકારક કામગીરી કરી છે. લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ આ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : વાદળછાયા વાતાવરણમાં પણ એરસ્ટ્રાઇક શક્ય છેઃ એરફોર્સ ચીફ

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં CRPFના કાફલા પર દેશના ઇતિહાસનો સૌથી મોટો હુમલો થયો હતો. જૈશ-એ-મોહમ્મદે કરેલા હુમલામાં દેશના 44વીર જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશની એરફોર્સે એરસ્ટ્રાઇક કરી હતી. સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી આરપારની લડાઈમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર થયા છે.
First published: July 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...