Home /News /national-international /જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલામાં થયો હતો RDXનો ઉપયોગ- સૂત્ર

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલામાં થયો હતો RDXનો ઉપયોગ- સૂત્ર

અધિકારીઓ મુજબ, પાકિસ્તાની આતંકવાદીઓએ મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

અધિકારીઓ મુજબ, પાકિસ્તાની આતંકવાદીઓએ મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

શ્રીનગર. જમ્મુ એરપોર્ટ પરિસરમાં સ્થિત વાયુસેના સ્ટેશન (Jammu Air Force Station Attack) પર બે ડ્રોનથી કરવામાં આવેલા આઇઇડી હુમલામાં આરડીએક્સ (RDX)નો ઉપયોગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી. હાલ ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે દરેક આઇઇડીમાં 1.5 કિલોગ્રામ આરડીએક્સ હતો. બીજી તરફ, કેન્દ્રએ કહ્યું છે કે પાકિસ્તાન (Pakistan)ની સાથે તેમના સંઘર્ષવિરામ (Ceasefire) સમજૂતી પહેલાની જેમ જ ચાલુ રહેશે. સૂત્રોનું માનીએ તો તપાસના પરિણામોની રાહ જોવામાં આવી રહી છે અને જે પણ પરિણામ સામે આવશે તેના આધાર પર પાકિસ્તાન પાસેથી જવાબ માંગવામાં આવશે.

આ દરમિયાન વાયુસેના સ્ટેશન પર બ્લાસ્ટના મામલામાં રવિવારે ગેરકાયદેસર ગતિવિધ પ્રતિરોધ અધિનિયમ (UAPA) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અધિકારીઓએ તેની જાણકારી આપતા સંકેત આપ્યા કે આ મામલો આતંકવાદ સાથે સંબંધિત મામલાની તપાસ કરનારી એજન્સી એનઆઇએ (NIA) દ્વારા કરવામાં આવવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે UAPAની કલમો 13/16/18/23 (ગેરકાયદેસર ગતિવિધિ/આતંકવાદી કૃત્ય/કાવતરું/દંડમાં વૃદ્ધિ) તથા આઇપીસીની કલમ 120 (અપરાધિક કાવતરું) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો, Exclusive: GISP: અભ્યાસ કરવા વિદેશ જનારા સ્ટુડન્ટ્સને સરકારની ગિફ્ટ, એક પોર્ટલ પર મળશે તમામ સવાલોના જવાબ

અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટક સામગ્રી કાયદાકીય કલમો ત્રણ અને ચાર પણ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ પરિસર સ્થિત વાયુસેના સ્ટેશન પર શનિવાર મોડી રાત્રે ડ્રોનનો ઉપયોગ કરીને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અધિકારીઓએ મુજબ, પાકિસ્તાની આતંકવાદીઓએ મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો, Explained: જાણો, નાસા શા માટે ચંદ્રની ધૂળની સમસ્યા દૂર કરવા માટેના પ્રયાસ કરી રહ્યું છે

" isDesktop="true" id="1108960" >


અધિકારીઓએ વધુમાં કહ્યું કે, પહલો વિસ્ફોટ શનિવાર મોડી રાત્રે 1:40 વાગ્યાની આસપાસ થયો, જ્યારે બીજો તેની 6 મિનિટ બાદ થયો. તેમણે જણાવ્યું કે આ બોમ્બ વિસ્ફોટમાં બે વાયુસેના કર્મી ઘાયલ થયા. તેમણે કહ્યું કે પહેલા બ્લાસ્ટમાં શહેરના બહારના સતવારી વિસ્તારમાં ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એરપોર્ટના ઉચ્ચ સુરક્ષાવાળા ટેકનીકલ ક્ષેત્રમાં એક માળના બિલ્ડિંગની છતને નુકસાન થયું, જ્યારે બીજા હુમલો જમીન પર થયો.
First published:

Tags: Ceasefire, IED, Indian Air Force, Jammu Kashmir, RDX, આતંકવાદ, આતંકી, જમ્મુ, પાકિસ્તાન, હુમલો