નવી દિલ્હીઃ જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં (Jamia Millia Islamia)ગત વર્ષે 15 ડિસેમ્બરે દિલ્હી પોલીસ (Delhi Police) અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણનો નવો વીડિયો સામે આવ્યો છે. પહેલા વીડિયોમાં સુરક્ષાદળ લાઈબ્રેરીમાં હાજડર વિદ્યાર્થીઓ ઉપર ડંડા વરસાવતા દેખાયા છે જ્યારે પ્રકાશમાં આવેલા નવી વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ હાથમાં પથ્થર લઈને લાઈબ્રેરીમાં ઘૂસતા દેખાય છે.
પોલીસના લાઠીચાર્જ પહેલાનો છે આ વીડિયો
આ વીડિયો પોલીસના લાઠીચાર્જના થોડા પહેલા થયેલી ઘટનાનો વીડિયો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયોમાં દેખાય છે કે કેટલાક વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં ઘૂસી રહ્યા છે અને લાઈબ્રેરીમાં ઘૂસનારા વિદ્યાર્થીઓના હાથમાં પથ્થરો દેખાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓ લાઈબ્રેરીમાં ઘૂસ્યા પછી લાઈબ્રેરીના દરવાજા બંધ કરી દીધા હતા.
આ છે આખો મામલો
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદો 2019 (CAA 2019) પસાર થયા બાદ જામિયા મિલિયા ઈસ્મામિયાના વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કરવા માટે પ્રદર્શન કર્યું હતું. વિરોધ માટે કાઢવામાં આવેલી માર્ચ જોતજોતામાં હિંસક પ્રદર્શનમાં ફેરવાઈ હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ ઉપર ભારે લાઠીચાર્જ કર્યો હતો.
આ પણ વાંચોઃ-OMG! Zomatoમાંથી પિઝા મંગાવવું મહિલાને એક લાખ રૂપિયામાં પડ્યું
એ સમયે પોલીસ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે જામિયાની લાઈબ્રેરીમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે બર્બરતા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ ઉપર લાઈબ્રેરીમાં ઘૂસીને તોડફોડ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. પોતાના પક્ષમાં પોલીસે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ ઉપર હળવો બળપ્રયોગ કર્યો હતો.
આ પણ વાંચોઃ-12000 રૂપિયા સુધી સસ્તા થયા Samsungના આ દમદાર સ્માર્ટફોન, મળશે ટ્રિપલ કેમેરા
યુનિવર્સિટીએ શું કહ્યું હતું
હવે જામિયાના ઓર્ડિનેશન કમિટીએ 49 સેકન્ડનો એક વીડિયો રજૂ કર્યો છે. જેમાં પોલીસના જવાનો લાઈબ્રેરીમાં ઘૂસીને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરતા દેખાય છે.
આ પણ વાંચોઃ-Vastu Tips: છોડ અને વૃક્ષો અંગે ક્યારે પણ ન કરો આ ભૂલ, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
આ વીડિયોના વાયરલ થયા પછી દિલ્હીમાં વિશેષ પોલીસ આયુક્ત પ્રવીર રંજને કહ્યું હતું કે, વીડિયોની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ જામિયા યુનિવર્સિટીને ચોખ્ખુ કહ્યું હતું કે આ વીડિયો તેમના તરફથી રજૂ કરવામાં આવ્યો નથી.