ધરપકડ થયેલા સગીરે કહ્યું, જામિયામાં ફાયરિંગ કરવાનો અફસોસ નથી, બદલો લેવા માંગતો હતો

News18 Gujarati
Updated: January 31, 2020, 11:26 AM IST
ધરપકડ થયેલા સગીરે કહ્યું, જામિયામાં ફાયરિંગ કરવાનો અફસોસ નથી, બદલો લેવા માંગતો હતો
સગીર આરોપીએ ગુરુવારે જામિયા વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ કરતાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો.

સગીર આરોપીએ નિવેદનમાં કહ્યું છે કે મને પોતાના કૃત્ય પર પસ્તાવો નથી, ઈચ્છો તો મારું એન્કાઉન્ટર કરી દો

  • Share this:
નવી દિલ્હી : જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia)ની પાસે ગુરુવારે તમંચાથી ફાયરિંગ કરવાના સગીર (Minor Boy)એ આ ઘટના પર કોઈ અફસોસ નથી વ્યક્ત કર્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આરોપીએ પોલીસની પૂછપરછમાં અત્યાર સુધી કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સ્વીકારી નથી. દિલ્હી પોલીસ (Delhi Police)ના સૂત્રોનું કહેવું છે કે આરોપી સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો જોયા બાદ કટ્ટર થયો. સૂત્રોએ જણાવ્યું કે આરોપી સગીર જાન્યુઆરી 2018માં યૂપીના કાસગંજમાં ચંદન ગુપ્તાની થયેલી હત્યાનો બદલો લેવા માંગતો હતો. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ આ સગીરને શુક્રવારે કિશોર ન્યાય બોર્ડ (જસ્ટિસ જ્યૂવેનાઇલ બોર્ડ)ની સમક્ષ રજૂ કરશે.

એન્કાઉન્ટર કરી દો, પરંતુ...

દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મને પોતાના કૃત્ય પર પસ્તાવો નથી. ઈચ્છો તો મારું એન્કાઉન્ટર કરી દો. પોલીસ સૂત્રો મુજબ આરોપી સગીરે પૂછપરછમાં જણાવ્યું કે તે દિલ્હી એકલો આવ્યો હતો. ત્યારબાદ તે ગુરુવાર બપોરે લગભગ 11 વાગ્યે જામિયા પહોંચ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ, જામિયામાં ફાયરિંગ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા તમંચાને તેણે બુધવારે જ પોતાના ગામના કોઈ વ્યક્તિની મદદથી લીધું હતું.નિવેદન આપવાથી ઇન્કાર

સૂત્રો મુજબ ગોળી વાગવાથી ઘાયલ સ્ટુડન્ટ શાદાબે પણ પોલીસને પોતાનું નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો છે. તેણે પોતાની તબિયત ખરાબ હોવાની વાત કહેતા ના પાડી દીધી છે. પોલીસની સામે સગીર આરોપીએ એવુ્ર પણ કબૂલ્યું કે કાશ્મીરી પંડિતો પર થયેલા જુલમ, કાસગંજ હિંસાથી તે દુ:ખી હતો, તેથી તેને પોતાના કૃત્ય પર પસ્તાવો નથી.પ્રદર્શન પહેલા થઈ હતી આ ઘટના

નોંધનીય છે કે, CAA અને NRCના વિરોધમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના સ્ટુડન્ટ ગુરુવારે ત્યાંથી રાજઘાટ સુધી એક પ્રદર્શન કરવા માંગતા હતા. આ દરમિયાન ત્યાં સ્ટુડન્ટ્સની એકત્ર ભીડ પર એક સગીરે દેશી તમંચાથી ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનામાં જામિયાનો એક સ્ટુડન્ટ ઘાયલ થયો. તેની પર ફાયરિંગ કરતાં પહેલા આ સગીર આરોપી ફેસબુક પર લાઇવ હતો. આ દરમિયાન તેણે અનેક વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. ફાયરિંગ કરતી વખતે તેણે 'વંદે માતરમ', 'યે લો આઝાદી'ના નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી થઈ હતી.

આ પણ વાંચો, જામિયા નગર ફાયરિંગ પર અમિત શાહે કહ્યું - આવી ઘટના સહન નહીં કરીએ, સખત કાર્યવાહી કરીશું
First published: January 31, 2020, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading