રાજસ્થાનઃ જાલોરમાં વીજળીનો કરંટ લાગતા બસમાં લાગી આગ, 6 મુસાફરોનાં મોત

રાજસ્થાનઃ જાલોરમાં વીજળીનો કરંટ લાગતા બસમાં લાગી આગ, 6 મુસાફરોનાં મોત
બસનો ડ્રાઇવર રસ્તો ભૂલી એક ગામમાં પહોંચ્યો, વીજળીના વાયરની ઝપટમાં આવતા બની કરૂણ દુર્ઘટના

બસનો ડ્રાઇવર રસ્તો ભૂલી એક ગામમાં પહોંચ્યો, વીજળીના વાયરની ઝપટમાં આવતા બની કરૂણ દુર્ઘટના

 • Share this:
  જાલોરઃ રાજસ્થાન (Rajasthan)ના જાલોર (Jalore)માં ગત રાત્રે બસમાં આગ લાગવાની કંપાવનારી દુર્ઘટનામાં 6 મુસાફરોનાં મોત થયા છે. મુસાફરોથી ભરેલી બસ વીજળીના વાયરની ઝપટમાં આવી ગઇ, જેના કારણે જોતજોતામાં જ બસમાં આગ લાગી ગઈ. બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા તેઓ આગની ઝપટમાં આવી ગયા હતા. દુર્ઘટનામા; જ્યાં 6 મુસાફરોનાં મોત થયા છે, બીજી તરફ અન્ય 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના જાલોરના મહેશપુરા વિસ્તારમાં બની છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ ઘાયલોને જોધપુરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  મળતી જાણકારી મુજબ, મુસાફરોથી ભરેલી બસનો ડ્રાઇવર રસ્તો ભૂલી ગયો હતો અને એક ગામમાં બસને લઈને પહોંચ્યો. ત્યાં રસ્તામાં વીજળીના વાયરને ઝૂલતો જોઈને ડ્રાઇવરે બસ રોકી દીધી. બસનો કંડક્ટર કે સહયોગી બસની છત પર પહોંચ્યો અને એક ડંડાની મદદથી વીજળીના વાયરને ઉપર ઉઠાવીને બસને પસાર કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ દરમિયાન ડંડાથી વીજળીનો વાયર ઝટકીને કંડક્ટરના ગળામાં અટકી ગયો, જેના કારણે કંડક્ટરના શરીરમાં અને બસમાં કરંટ પસાર થઈ ગયો. કંડક્ટર ઘટનાસ્થેળ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. સાથોસાથ બસમાં કરંટ પસાર થવાથી આગ લાગી ગઈ.  આ પણ વાંચો, સફાઈકર્મી મનીષ કેમ બન્યા પહેલા ભારતીય, જેમને કોવિડ વેક્સીન આપવામાં આવી

  આ આગની ઝપટમાં આવતાં 6 ગંભીર રીતે ઘાયલ મુસાફરોનાં મોત થયા છે જ્યારે 7 મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જાલોરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે જણાવ્યું કે ઘાયલોને જોધપુર રેફર કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, Indigo Paintsમાં રોકો નાણા અને બનો માલામાલ, જાણો કેટલો છે પ્રાઇઝ બેન્ડ

  નોંધનીય છે કે, રાજસ્થાનમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી ગઈ છે. ગત 14 જાન્યુઆરીએ અહેવાલો સામે આવ્યા હતા કે જોધાણામાં મોડી સાંજે ભીષણ માર્ગ અકસ્માત થગો હતો. અહીં ઓઇલ ભરેલું ટેન્કર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ત્યારબાદ ટેન્કરમાં લાગેલી આગના કારણે ડ્રાઇવર જીવતો ભડથું થઈ ગયો હતો. ખૂબ જ મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
  Published by:Mrunal Bhojak
  First published:January 17, 2021, 08:14 am

  ટૉપ ન્યૂઝ