હરિપાલ સિંહ, જાલોર. રાજસ્થાન (Rajasthan)માં કાયદાના રહેવાલ જ હેવાનિયતની હદો પાર કરી રહ્યા છે. તેનો તાજેતરમાં મામલો જાલોર (Jalor) જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક કોન્સ્ટેબલ (Police Constable)એ પોલીસ બેડાંને શરમમાં મૂકી દીધું છે. જાલોર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પર વિવાહિતા સાથે દુષ્કર્મ (Rape) કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. કોન્સ્ટેબલની વિરુદ્ધ મામલો નોંધી લેવામાં આવ્યો છે. કોન્સ્ટેબલની વિરુદ્ધ મામલો નોંધાતા જ પોલીસ અધીક્ષક શ્યામ સિંહે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.
પોલીસના જણાવ્યા મુજબ, એક વિવાહિતાએ કોન્ટેોલબલ મેવારામ પર દુષ્કર્મ આચરવા અને અશ્લીલ તસવીરો ખેંચવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે આરોપી કોન્ટે Cબલે દુષ્કર્મ આચરીને તસવીરો ખેંચવા ઉપરાંત તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધી. પીડિતાએ પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચીને કોન્ટેલ્બલની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મેવારામીની પીડિતાના ઘરમાં અવરજવર હતી. થોડા દિવસ પહેલા પીડિતા ઘરે એકલી હતી. આ દરમિયાન મેવારામ મીઠાઈ લઈને ત્યાં પહોંચી ગયો. મીઠાઈ ખાતા જ મહિલા બેભાન થઈ ગઈ. ત્યારબાદ મેવારામે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને અશ્લીલ તસવીરો ખેંચી લીધી. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી.
આરોપી કોન્સ્ટેબલ થોડા વર્ષ પહેલા જ પોલીસમાં ભરતી થયો હતો. તે લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પીડિતાના પરિવાર સાથે ઓળખાણ હોવાના કારણે વિવાહિતા ઘરે તેની અવરજવર રહેતી હતી. તેનો જ ફાયદો ઉઠાવીને તેણે મીઠાઈમાં નશીલો પદાર્થ મેળવીને મહિલાને ખવડાવી દીધી. આરોપી કોન્સ્ટેબલ મેવારામ એ જ બીટનો પ્રભારી છે જ્યાં મહિલાનું ઘર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોલીસકર્મીની કરતૂતો ચર્ચાનો વિષય બની છે. જાલોર જિલ્લામાં પોલીસકર્મીઓના ઈશ્કબાજીના મામલા સામે આવી ચૂક્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર