Home /News /national-international /ગર્લફ્રેન્ડને મળવા આવ્યો તો લોકોએ બોયફ્રેન્ડને પકડીને ઝાડ સાથે બાંધી ઢોરમાર માર્યો, પેશાબ પીવડાવ્યો અને...

ગર્લફ્રેન્ડને મળવા આવ્યો તો લોકોએ બોયફ્રેન્ડને પકડીને ઝાડ સાથે બાંધી ઢોરમાર માર્યો, પેશાબ પીવડાવ્યો અને...

ફાઇલ તસવીર

રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર વિસ્તારમાં એક યુવકને તેની પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું હતું. યુવકને યુવતીના પરિવારજનોએ પકડી લીધો હતો અને બાદમાં તેને બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. તેટલું જ નહીં, તેને પેશાબ પીવા માટે કહ્યું હતું.

વધુ જુઓ ...
જાલોરઃ રાજસ્થાનના જાલોર જિલ્લામાં પ્રેમિકાને તેના ગામમાં મળવા ગયેલા બોયફ્રેન્ડને યુવતીના સંબંધીઓએ પકડી લીધો હતો. ત્યારબાદ અન્ય ગામલોકો પણ ત્યાં એકઠાં થઈ ગયા હતા. લોકોએ પ્રેમીને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તેને જોરદાર માર માર્યો હતો. તેટલું જ નહીં, લોકોએ યુવકને પેશાબ પીવા માટે પણ દબાણ કર્યું હતું. કેટલાક ગ્રામજનોએ તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને 4 લોકોની અટકાયત કરી છે. આ અંગે બે કેસ નોંધાયા છે. એક છોકરીની છેડતી કરવા બદલ અને બીજો યુવકને બંધક બનાવીને હુમલો કરવા બદલ.

પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયો જાલોરના સાંચોરના વાસન ચૌહાણ ગામનો છે. આ ઘટના ગયા રવિવારે સાંજે 5 વાગ્યે બની હોવાનું કહેવાય છે. પીડિત યુવક સાંચોરનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવકને નજીકના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. રવિવારે યુવક યુવતીના ગામ તેને મળવા ગયો હતો. ત્યારે યુવતીના સંબંધીઓએ તેને પકડીને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો.

આ પણ વાંચોઃ ChatGPTને કારણે મુંબઈની યુનિવર્સિટીના પ્રોફેસરે અભ્યાસક્રમ બદલ્યો!

યુવકને તેના પરિવારજનો સામે ઢોરમાર માર્યો


ગામલોકોને તેની જાણ થતાં જ તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બાદમાં યુવતીના પરિવારજનો સાથે પડોશીઓએ પણ યુવકને લાકડીઓ વડે માર માર્યો હતો. લડાઈના કારણે યુવકને વિવિધ જગ્યાએ ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન યુવકના સંબંધીઓને પણ ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે છોકરાને છોડવાની વિનંતી કરી પરંતુ ટોળાએ તેને છોડ્યો નહીં. તેઓ છોકરાને તેના પરિવારના સભ્યોની સામે ખરાબ રીતે મારતા રહ્યા.


દંડ વસૂલીને ત્રણ કલાકે યુવકને છોડ્યો


જ્યારે ટોળાને માર મારીને સંતોષ ના થયો તો તેને જબરદસ્તી પેશાબ પીવડાવવામાં આવ્યો. પીડિતનો આરોપ છે કે, તેને ત્રણ કલાક સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને 61 હજાર રૂપિયા રોકડા અને 10 બોરી બાજરીના દંડ બાદ લગભગ ત્રણ કલાક બાદ છોડ્યો હતો. સોમવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આ ઘટના સોશિયલ મીડિયા પર શેર થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ કરી લીધી છે. બાદમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર લોકોને કસ્ટડીમાં લીધા હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
First published:

Tags: Love affair, Love and Affair, Love life

विज्ञापन