Home /News /national-international /હૈવાનિયત: ચાર યુવતીઓએ યુવકનું અપહરણ કર્યું, ગાડીમાં એક પછી એક યુવતીએ હવસ મિટાવી છોડી મુક્યો
હૈવાનિયત: ચાર યુવતીઓએ યુવકનું અપહરણ કર્યું, ગાડીમાં એક પછી એક યુવતીએ હવસ મિટાવી છોડી મુક્યો
યુવકનો પ્રતિકાત્મક ફોટો
યુવકે આરોપ લગાવ્યો છે કે, ત્યાર બાદ ગાડીમાં જ એક એક કરીને ચારેય યુવતીઓએ તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો. યુવકનું કહેવુ હતું કે, ચારેય છોકરીઓની ઉંમર 22થી 23 વર્ષની વચ્ચે હતી.
જાલંધર: પંજાબના જાલંધરમાં ચાર યુવતીઓએ યુવકનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું અને બાદમાં તેને છોડી મુક્યો હતો. આ ઘટના લેદર કોમ્પ્લેક્ષ રોડની છે. આ સમગ્ર મામલામાં હજૂ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, ફેક્ટરીમાં કામ કરનારા યુવકે જણાવ્યું કે, તે બપોરે પોતાના કામેથી ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર એક ગાડી તેની નજીકમાં આવીને ઊભી રહી. તેમાં બેઠેલી ચાર છોકરીઓએ તેને સરનામું પુછયું અને તે સરનામું બતાવી રહ્યો હતો, એટલી માટે ચારેય યુવતીઓએ તેને કંઈક સુંઘાડી બેભાન કરી નાખ્યો બાદમાં તેનું અપહરણ કરીને ઉઠાવી લઈ ગઈ.
યુવકે આરોપ લગાવ્યો છે કે, ત્યાર બાદ ગાડીમાં જ એક એક કરીને ચારેય યુવતીઓએ તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો. યુવકનું કહેવુ હતું કે, ચારેય છોકરીઓની ઉંમર 22થી 23 વર્ષની વચ્ચે હતી. હાલમાં પોલીસને આ સંબંધિત કોઈ ફરિયાદ મળી નથી. જો કે, હવે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, હવે તો પુરુષો પણ સુરક્ષિત નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર