Home /News /national-international /Jal Jeevan Mission: પીએમ મોદીએ પીંપળી ગામના લોકો સાથે કર્યો સંવાદ, કહ્યુ 'પાણીને બચાવવું જરૂરી'

Jal Jeevan Mission: પીએમ મોદીએ પીંપળી ગામના લોકો સાથે કર્યો સંવાદ, કહ્યુ 'પાણીને બચાવવું જરૂરી'

પીએમ મોદી.

Jal Jeevan Mission: પીએમ મોદીએ કહ્યુ, આઝાદીથી લઈને 2019 સુધી, આપણા દેશમાં ફક્ત ત્રણ કરોડ ઘરોમાં જ નળથી જળ પહોંચાડવામાં આવતું હતું. 2019માં જળ જીવન મિશન શરૂ થયા બાદ પાંચ કરોડ ઘરોને પાણીને કનેક્શન સાથે જોડવામાં આવ્યા હતા.

  નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) મહાત્મા ગાંધી જયંતિ (Gandhi Jayanti) અવસરે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં જળ જીવન મિશન (Jal Jeevan Mission)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. PM નરેન્દ્ર મોદીએ પાલનપુરના પીંપળી ગામના (Pimpali village of Palanpur) સરપંચ અને લોકો સાથે વીડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી જળ જીવન મિશન (Jal Jeevan Mission) અંગે વાતચીત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "પૂજ્ય બાપૂ અને લાલ બહાદુર શાસ્ત્રીજી આ બે મહાન વ્યક્તિત્વના હૃદયમાં ભારતના ગામો જ વસતા હતા. મને ખુશી છે કે આજના દિવસે દેશભરના ગામડાઓના લાખો લોકો 'ગ્રામ સભાઓ'ના રૂપમાં જળ જીવન સંવાદ કરે છે. પીએમ મોદીએ કહ્યુ કે જળ જીવન મિશનનું વિઝન ફક્ત લોકો સુધી પાણી પહોંચાડવાનું નથી. આ વિકેન્દ્રીકરણનું સૌથી મોટું આંદોલન છે. આ ગામ અને મહિલાઓ દ્વારા સંચાલિત આંદોલન છે. તેનો મુખ્ય આધાર જન આંદોલન અને જન ભાગીદારી છે."

  પીએમ મોદીએ કહ્યુ કે, ગાંધીજી કહેતા હતા કે ગ્રામ સ્વરાજનો ખરો અર્થ આત્મબળથી પરિપૂર્ણ થવું એવો છે. આથી જ મારો સતત પ્રયાસ રહ્યો છે કે ગ્રામ સ્વરાજનો આ વિચાર, સિદ્ધિઓ તરફ આગળ વધે. પીએમ મોદીએ કહ્યુ કે, બહુ ઓછા લોકોના મનમાં એવો સવાલ થાય છે કે આખરે આ લોકોએ દરરોજ કોઈ નદી કે તળાવ સુધી શા માટે જવું પડે છે? આ લોકો સુધી પાણી કેમ નથી પહોંચતું? હું માનું છું કે જે લોકો પાસે લાંબા સમય સુધી નીતિ નિર્ધારણ કરવાની જવાબદારી હતી તેમણે પોતાની જાતને આ સવાલ જરૂર પૂછવો જોઈએ હતો.

  આપણે અનેક એવી ફિલ્મ જોઈ છે, કહાની વાંચી છે, કવિતા વાંચી છે, જેમાં વિસ્તારથી એ વાત જણાવવામાં આવે છે કે કેવી રીતે ગામની મહિલાઓ અને બાળકોએ પાણી માટે માઇલો દૂર ચાલીને જવું પડે છે. અમુક લોકોના મનમાં ગામનું નામ લેતા જ આવું ચિત્ર ઉપસી આવે છે. હું ગુજરાત રાજ્યમાંથી આવું છું. મેં દુષ્કાળની સ્થિતિ જોઈ છે. મેં એવું પણ જોયું છે કે પાણીનાં એક એક ટીપાનું કેટલું મહત્ત્વ છે. આથી ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે લોકો સુધી પાણી પહોંચાડવું અને જળ સંરક્ષળના કામ મારા માટે પ્રાથમિકતામાં રહ્યા હતા. આજે દેશના લગભગ 80 જિલ્લામાં આશરે સવા લાખ ગામમાં દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવામાં આવી રહ્યું છે. એટલે કે છેલ્લા સાત દાયકામાં જે કામ થયું હતું તેનાથી વધારે કામ ભારતમાં ફક્ત બે વર્ષમાં કરીને બતાવ્યું છે.
  " isDesktop="true" id="1138373" >

  પીએમ મોદીએ કહ્યુ, આઝાદીથી લઈને 2019 સુધી, આપણા દેશમાં ફક્ત ત્રણ કરોડ ઘરોમાં જ નળથી જળ પહોંચાડવામાં આવતું હતું. 2019માં જળ જીવન મિશન શરૂ થયા બાદ પાંચ કરોડ ઘરોને પાણીને કનેક્શન સાથે જોડવામાં આવ્યા હતા. હું દરેક નાગરિકને કહું છું કે તેમણે પાણી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે નિશ્ચિત રીતે લોકોએ પોતાની આદતો સુધારવી પડશે. ગત વર્ષોમાં દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રત્યે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘર અને સ્કૂલોમાં ટોઇલેટ્સ, સસ્તા સેનેટરી પેડ્સ, ગર્ભાવસ્થા દરમિયાન પોષણ માટે હજારો રૂપિયાની મદદ અને રસીકરણ અભિયાનથી માતૃત્વ શક્તિ વધારે મજબૂત બની છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Jal Jeevan Mission, Mission Paani, Palanpur, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन