નવી દિલ્હી: ભાજપે હવે પંજાબ પર ટાર્ગેટ કેન્દ્રિત કરવાનું શરુ કરી દીધું છે. આ જ ક્રમમાં પાર્ટી તરફથી પંજાબના 6 નેતાઓને શુક્રવારે મોટી જવાબદારી આપવામાં આવી છે. તેમાં ત્રણ સૌથી મોટા નામ છે. આ નામ છે જયવીર શેરગીલ, કેપ્ટન અમરિંદર સિંહ અને સુનીલ જાખડ. આ ત્રણેય કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને વરિષ્ઠ નેતા સુનીલ જાખડને રાષ્ટ્રીય કાર્યસમિતિમાં સભ્ય બનાવામાં આવ્યા છે. જ્યારે જયવીર શેરગીલને ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા છે. તેઓ પણ કોંગ્રેસ છોડીને આવ્યા છે. આ ઉપરાંત પંજાબના અમુક નેતાઓની નિમણૂંક રાષ્ટ્રીય સ્તર પર છે. ત્યારે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે પંજાબમાં ભાજપ અત્યાર સુધી પોતાના માટે માહોલ સેટ કરી રહી છે.
ભાજપ તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલ પદાધિકારીઓની યાદીમાં મોટા ભાગના પંજાબના નામ છે. અમરિંદર સિંહ, સુનીલ જાખડ ઉપરાંત ભાજપની પંજાબ કમિટિના પૂર્વ અધ્યક્ષ મનોરંજન કાલિયાને રાષ્ટ્રીય કાર્યસમિતિના વિશેષ આમંત્રિત સભ્ય બનાવ્યા છે. પંજાબના જ રાણા ગુરમીત સિંહ સોઢી અને અમનજોત કૌર રામૂવાલિયાને પણ રાષ્ટ્રીય કાર્ય સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય બનાવ્યા છે.
પંજાબ પર ભાજપનું ખાસ જોર
આ સંગઠનાત્મક નિમણૂંકમાં પંજાબ પર ખાસ જોર દેવામાં આવ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે પોતાની નવી બનાવેલી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં મર્જ કરી નાખી હતી. ભાજપે પીએલસી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ઢીંઢસાની આગેવાનીવાળી શિરોમણી અકાલી દળની સાથે ગઠબંધનમાં વિધાનસભાની પાછલી ચૂંટણી લડી હતી. જો કે, પીએલસીનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો અને ખુદ સિંહને પોતાના ગઢ પટિયાલા શહેરમાંથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર