Home /News /national-international /

આતંકવાદ સામે કાર્યવાહી પછી જ થશે પાકિસ્તાન સાથે વાતચિતઃભારત

નવી દિલ્હીઃ ભારતે સંકેત આપી દિધો છે કે પઠાણકોટ હુમલાના મામલે પાકિસ્તાન આતંકવાદ સામે કાર્યવાહી કરે પછી જ દ્રિપક્ષીય વાર્તા થઇ શકે છે. પઠાણકોટ હુમલાના કારણે વિદેશ સચિવ સ્તરની વાર્તા સ્થગિત કરાઇ છે. વિદેશ સચિવ એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસોમાં અડચણ છે. અને પાકિસ્તાનને કેટલાય મુદ્દાઓ પર પોતાના દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે જેમાં મુખ્ય મુદ્દો આતંકવાદ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હીઃ ભારતે સંકેત આપી દિધો છે કે પઠાણકોટ હુમલાના મામલે પાકિસ્તાન આતંકવાદ સામે કાર્યવાહી કરે પછી જ દ્રિપક્ષીય વાર્તા થઇ શકે છે. પઠાણકોટ હુમલાના કારણે વિદેશ સચિવ સ્તરની વાર્તા સ્થગિત કરાઇ છે. વિદેશ સચિવ એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસોમાં અડચણ છે. અને પાકિસ્તાનને કેટલાય મુદ્દાઓ પર પોતાના દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે જેમાં મુખ્ય મુદ્દો આતંકવાદ છે.
જયશંકરે કહ્યું કે આતંકી હુમલાની પુષ્ઠભુમિમાં જો તમે મને પુછશો કે તમે કોને પ્રાથમિકતા આપો છો? એક આતંકી હુમલા કે કુટનીતિક વાર્તાને તો મને લાગે છે જવાબ સ્પષ્ટ હોવો જોઇએ. જયશંકરની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પઠાણકોટ આતંકવાદી હુમલાની તપાસના સિલસિલામાં આ મહિને પાકિસ્તાનથી પાંચ સદસ્યીય સંયુક્ત તપાસ કમિટિ ભારત આવવાની સંભાવના છે. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈસ એ મહોમ્મદના પ્રમુખ મસુદ અજહર આ હુમલાનો માસ્ટર માઇન્ડ છે અને તેના અન્ય સાજિશકર્તાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
First published:

Tags: આતંકવાદ, દેશ વિદેશ, દ્રિપક્ષીચ વાર્તા, પઠાણકોટ, પાકિસ્તાન, ભારત, વિદેશ મંત્રી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन