Home /News /national-international /Rising India Summit 2023: શું તમે જાણો છો વિદેશ મંત્રી જયશંકરના ગમતા ક્રિકેટર અને પુસ્તકો કયા છે?
Rising India Summit 2023: શું તમે જાણો છો વિદેશ મંત્રી જયશંકરના ગમતા ક્રિકેટર અને પુસ્તકો કયા છે?
એસ. રવિશંકર રાઇઝિંગ ઇન્ડિયા સંમેલનમાં
Rising India Summit 2023: ‘રાઇઝિંગ ઇન્ડિયા’ના મંચ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા-યુક્રેન સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના મુદ્દે ચર્ચા કરી હતી. જ્યારે યુક્રેન યુદ્ધ વચ્ચે ઓઇલની અછતનો સવાલ કર્યો તો તેમણે છટકબારી શોધીને જવાબ આપ્યો કે, બજાર તો બજાર છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે 'રાઇઝિંગ ઇન્ડિયા સંમેલન 2023'માં તેમના મનપસંદ ક્રિકેટરો અને પુસ્તકો અંગે વાત કરી હતી. અન્ય ભારતીયોની જેમ વિદેશ મંત્રી જયશંકર પણ ક્રિકેટના ચાહક છે. રાઇઝિંગ ઇન્ડિયા સંમેલન 2023માં તેમણે કહ્યુ હતુ કે, વીરેન્દ્ર સેહવાગ, મહેન્દ્ર સિંહ ધોની અને જેમ્સ એન્ડરસન તેમના ફેવરિટ ક્રિકેટર છે. આ ખેલાડીઓની પસંદગી પાછળનું મુખ્ય કારણ તેમનું ‘આક્રમક વલણ, સ્વસ્થતા અને સહનશક્તિ’ છે.
આ સાથે જ જયશંકરે એ પણ ખુલાસો કર્યો હતો કે, તેઓ પ્રવાસ દરમિયાન ‘મહાભારત’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ (LOTR) પુસ્તક સાથે રાખે છે. તેમણે તેમના મનપસંદ LOTRના પાત્ર લેગોલ્ઝનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ પાત્રનો ઉલ્લેખ કર્યો કારણ કે, આ પાત્ર પ્રેશરફુલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવાનું કૌશલ્ય શીખવે છે.
વિદેશ મંત્રી જયશંકરે ‘રાઈઝિંગ ઈન્ડિયા’ના મંચ પર રશિયા-યુક્રેન સંબંધિત કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જ્યારે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા તરફથી ઓઇલના પુરવઠા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કટાક્ષ કર્યો કે, બજાર એ બજાર છે. જાન્યુઆરીમાં ભારતને રશિયન ક્રૂડ ઓઇલના પુરવઠામાં મહિના દર મહિને 6.2 ટકાનો વધારો થયો છે. એક મહિનામાં રશિયાએ ભારતને આપેલો સૌથી વધુ ક્રૂડ ઓઇલનો પુરવઠો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે ભારતની સ્થિતિને લઈને વાત કરી હતી અને કહ્યુ કે, આપણે ત્યાં પોતાને સંતુલિત અને સ્વતંત્ર રાખ્યા છે. ‘રાઇઝિંગ ઇન્ડિયા સંમેલન 2023’માં બોલતા વિદેશ મંત્રીએ ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર રહેલા તણાવને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યુ કે, ‘ચીનની સેના 2020માં જ્યારે ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ત્યારે આપણા બહાદુર જવાનોએ પૂરેપૂરી તાકાતથી મુકાબલો કર્યો. ત્યારબાદ હું ચીનના મારા સમકક્ષને મળફ્યો, તેમણે પણ સ્વીકાર્યુ હતુ કે, સરહદે પરિસ્થિતિ તણાવભરી હતી.’
વિદેશ મંત્રીએ કહ્યુ કે, ભારત અને ચીન તરફથી તણાવ ઓછો કરવા માટે તે સમયે જે કર્યુ તે બંને દેશોના હિતમાં હતું, જો કે આ દિશામાં હજુ સુધી ઘણું કામ કરવાનું બાકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર