Home /News /national-international /વિદેશમંત્રીનો પાકિસ્તાનનો સણસણતો જવાબ- “ઘરમાં સાપ પાળશો, તો તમને જ ડંખશે, સુધરી જાઓ”

વિદેશમંત્રીનો પાકિસ્તાનનો સણસણતો જવાબ- “ઘરમાં સાપ પાળશો, તો તમને જ ડંખશે, સુધરી જાઓ”

jaishankar (ANI)

હકીકતમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી હિના રબ્બાની ખારે (Pakistan Former Minister Heena Rabbani Khar) ભારત પર આરોપ લગાવ્યો કે આંતકવારને ભારતથી સારી રીતે કોઇ ઉપયોગમાં નથી લઇ રહ્યું. આ અંગે જ્યારે એક પાકિસ્તાની પત્રકારે એસ જયશંકરને સવાલ કર્યો તો તેમણે પાકિસ્તાન (S. Jaishankar On Pakistan)ને અરીસો બતાવી દીધો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આતંકવાદના પાલક પાકિસ્તાન (Pakistan)ને ભારતીય વિદેશમંત્રી ડો. એસ જયશંકરે (Dr. S Jaishankar) ફરી એક વખત વૈશ્વિક મંચ પર બરાબર ધોયું છે. હકીકતમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી હિના રબ્બાની ખારે (Pakistan Former Minister Heena Rabbani Khar) ભારત પર આરોપ લગાવ્યો કે આંતકવારને ભારતથી સારી રીતે કોઇ ઉપયોગમાં નથી લઇ રહ્યું. આ અંગે જ્યારે એક પાકિસ્તાની પત્રકારે એસ જયશંકરને સવાલ કર્યો તો તેમણે પાકિસ્તાન (S. Jaishankar On Pakistan)ને અરીસો બતાવી દીધો હતો. જયશંકરે અમેરિકાના પૂર્વ સેક્રેટરી હિલેરી ક્લિન્ટન (Jaishankar recalls Hillary Clinton's 'snake' analogy)ની વર્ષ 2011ની પાકિસ્તાનની મુલાકાત સમયે તેમણે આપેલા નિવેદનને યાદ અપાવ્યું. જેમાં તેમણે ‘સાપ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો:  ભારતને સસ્તામાં તેલ મળે છે કારણ કે અહીં અમારા દેશના લોકો મરે છે, યુક્રેનનાં વિદેશમંત્રીની આ વાત પર જુઓ શું બોલ્યા જયશંકર

‘બેકયાર્ડમાં સાપ રાખશો તો તમારા લોકોને જ કરડશે’


પાકિસ્તાન મંત્રીના આરોપોનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે, ‘મને યાદ છે કે તે સમયે હિના રબ્બાની પાકિસ્તાનના મંત્રી હતા. એક દાયકા પહેલા હિલેરી ક્લિન્ટને પોતાની પાકિસ્તાન યાત્રા દરમિયાન કહ્યું હતું કે, જો તમે તમારા બેકયાર્ડમાં સાપ રાખો છો તો તમે તેવી આશા ન રાખી શકો કે તે માત્ર તમારા પાડોશીઓને જ કરડશે, તે તમને પણ કરડશે. પરંતુ તમે જાણો જ છો પાકિસ્તાનને સારી સલાહ માનવી પસંદ નથી. તમે જોઇ શકો છો ત્યાં શું થઇ રહ્યું છે.’

આતંકવાદનું એપીસેન્ટર છે પાકિસ્તાન


જયશંકરે વધુ કડક શબ્દોમાં પાકિસ્તાનને ફરી વિશ્વ સામે ઉઘાડું કરતા કહ્યું કે, “તે જે કહે છે તેના પરથી દરેક વ્યક્તિ અને આખું વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદનું એપીસેન્ટર છે. હું જાણું છું કે આપણે અઢી વર્ષથી કોવિડમાંથી પસાર થયા છીએ અને પરિણામે આપણામાંના ઘણા લોકોને મગજમાં નથી. પરંતુ હું તમને ખાતરી આપું છું કે વિશ્વ એ ભૂલ્યું નથી કે આતંકવાદ ક્યાંથી આવે છે, જેમની પાસે આ ક્ષેત્રમાં અને આ ક્ષેત્રની બહારની ઘણી પ્રવૃત્તિઓ પર તેમનો હાથ છે. તેથી બીજાને સલાહ આપતા પહેલા તેઓ શું કરી રહ્યા છે તે પણ જોવું જોઇએ.”

વિશ્વ ‘મૂર્ખ’ નથી


જ્યારે પાકિસ્તાની પક્ષકારે જયશંકરને સવાલ કર્યો કે દક્ષિણ એશિયામાં આતંકવાદ યથાવત રહેશે? તો જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે, જ્યારે તમે તે પૂછો છો કે આ ક્યાં સુધી ચાલશે તો તમે ખોટા મંત્રીને પૂછી રહ્યા છે. આ તો માત્ર પાકિસ્તાનના મંત્રીઓ જ છે જે તમને કહી શકે છે કે પાકિસ્તાન આતંકવાદનો અભ્યાસ ક્યાં સુધી યથાવર રાખવા માંગે છે. આગળ જયશંકરે તીખા શબ્દોમાં ઉમેર્યું કે, “વિશ્વ મૂર્ખ નથી. વિશ્વ આંતકવાદમાં સામેલ દેશો, સંગઠનો પર ઝડપથી સકંજો મેળવી રહી છે.”

પાકિસ્તાનને આપી સલાહ


એસ જયશંકરે અંતે પાકિસ્તાનને એક સલાહ આપતા કહ્યું કે, તમારા કાર્યો સુધારો અને સારા પાડોશી દેશ બનવાનો પ્રયાસ કરો અને આજે વિશ્વ જે બાબતોમાં ફાળો આપી રહ્યું છે જેમ કે આર્થિક વૃદ્ધિ, વિકાસ અને પ્રગતિ વેગેરેમાં સહકાર આપો.
First published:

Tags: India Vs Pakistan, S Jaishankar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો