'દિવાલી કે પટાખે' અને 'કાશ્મીરી સેબ' કોડવર્ડ સાથે દિલ્હીને ધ્રૂજાવવાનો જૈશનો મનસૂબો

News18 Gujarati
Updated: October 4, 2019, 9:44 AM IST
'દિવાલી કે પટાખે' અને 'કાશ્મીરી સેબ' કોડવર્ડ સાથે દિલ્હીને ધ્રૂજાવવાનો જૈશનો મનસૂબો
પ્રતીકાત્મક તસવીર

આતંકવાદીઓએ પોતાનો પ્લાન પાંચ દિવસ પહેલા જ કાશ્મીરમાં એક સફરજનના બગીચામાં તૈયાર કર્યો છે

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદથી પાકિસ્તાન (Pakistan)ના આતંકવાદી સંગઠન (Terrorist Organization) ભારતમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. પોતાના ઉદ્દેશ્યને અંજામ આપવા માટે એક ડઝનથી વધુ સંદિગ્ધ આતંકવાદી દેશની રાજધાનીમાં ઘૂસી ચૂક્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં બેઠેલા આતંવાદીઓએ આ આતંકવાદીઓની પૂરી તૈયારી સાથે ભારતમાં ઘૂસણખોરી કરાવી છે. આ આતંકવાદીઓને કરો યા મરોનો ટાસ્ક આપીને દિલ્હી, કાશ્મીર અને પંજાબ મોકલવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, આતંકવાદીઓના જે કોડ ટ્રેસ કરવામાં આવ્યા છે, તેમાં 'દિવાલી કે પટાખે', 'કાશ્મીર સેબો કી દિલ્હીમાં સપ્લાઇ' જેવી વાતો કહેવામાં આવી છે.

ઇન્ટેલિજન્‍સ એજન્સી મુજબ, આતંકવાદીઓએ પોતાનો પ્લાન પાંચ દિવસ પહેલા જ કાશ્મીરમાં એક સફરજનના બગીચામાં તૈયાર કર્યો છે. આતંકવાદીઓના આ ગ્રુપને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા જૈશના કમાન્ડર અબુ ઉસ્માને તૈયાર કર્યા છે. આ વિનાશના પ્લાનને ડી નામ આપવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ, બાંદીપુરા સેક્ટરમાં સફરજનના બગીચામાં પહેલા પણ આ તમામ જૈશના આતંકવાદી એકત્ર થયા હતા.

આ મીટિંગમાં જણાવવામાં આવ્યું છે કે તેના માણસો ભારતમાં અલગ-અલગ શહેરમાં હાજર છે. કહેવાય છે કે અબુ ઉસ્માનની પાસે એક સ્નાઇપર રાઇફલ હતી, જ્યારે બાકી ત્રણ આતંકવાદીઓ પાસે AK47, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ હતા.

ઇન્ટેલિજન્સ એજન્સીઓને આ મીટિંગની જાણ પાંચ દિવસ પહેલા જ થઈ ગઈ હતી. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે, જૈશ કમાનડર અબુ ઉસ્માને જમ્મુના આતંકવાદીઓ સાથે બાંદીપુરા વિસ્તારમાં મીર મોહલ્લામાં એક સફરજનના બગીચામાં મીટિંગ કરી હતી. મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે લોકો ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળશે અને આ ખુશીના સમાચાર જમ્મુ અને દિલ્હીમાં મોટા બ્લાસ્ટની સાથે આવશે. મીટિંગમાં ઉસ્માને કહ્યુ કે, આપણા ભાઈ પહેલાથી જ ભારતના શહેરોમાં પહોંચી ગયા છે.

પાકિસ્તાનથી સતત ઘૂસણખોરીનો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે, સતત પાકિસ્તાન તરફથી આતંકવાદી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમાં સફળતાં ન મળતાં હવે પાકિસ્તાન તરફથી ડ્રોનની મદદથી હથિયારો ભારત મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં જ પંજાબથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરવાની સાથે એસઆઈટીને 4 ડ્રોન વિમાન પણ મળ્યા હતા જેમાં ત્રણ બિલકુલ નષ્ટ થઈ ચૂક્યા હતા. તે તમામ ચીન નિર્મિત હતા.

આ પણ વાંચો,

ભારત-પાક. વચ્ચે પરમાણુ યુદ્ધ થયું તો 10 કરોડ લોકો માર્યા જશે : રિપોર્ટ
જાદુટોણાંની આશંકામાં 6 વૃદ્ધોને માનવ મળમૂળ ખાવા મજબૂર કર્યા
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर