જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં કેન્દ્ર સરકાર તરફથી આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદથી ઘાટીમાં આતંકવાદી (Terrorism) ગતિવિધિઓ પર રોક લાગી ગઈ છે. ઘાટીના બદલાતી સ્થિતિની રઘવાયા થયેલા પાકિસ્તાની (Pakistan) આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Secuirty Advisor) અજીત ડોભાલ (Ajit Doval) પર હુમલાની યોજના બનાવી રહ્યું છે. જૈશે આ હુમલાને અંજામ આપવા માટે વિશેષ આતંકવાદી ટીમ તૈયાર કરી છે. એક વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીથી મળેલી ઇનપુટ મુજબ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈના એક મેજર આ હુમલાની તૈયારીમાં જૈશની સતત મદદ કરી રહ્યા છે.
વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીને જૈશના પાકિસ્તાની આતંકવાદી શમશેર વાની અને જૈશ પ્રમુખની વચ્ચે થયેલી વાતચીત વિશે જાણવા મળ્યું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જૈશ સપ્ટેમ્બરમાં ભારતમાં મોટા હુમલા કરવાની તૈયારીમાં લાગી ગયું છે.
30 શહેર અતિસંવેદનશીલ
ઇન્ટેલિજન્સ એજન્સીગી મળેલા ઇનપુટ મુજબ, જૈશના આતંકી જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, જયપુર, કાનપુર, લખનઉ અને દિલ્હી સહિત કુલ 30 અતિસંવેદનશીલ શહેરોને નિશાન બનાવી શકે છે. ઇનપુટના આધારે તમામ અતિસંવેદનશીલ શહેરોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. વિદેશી એજન્સીથી મળેલી જાણકારી બાદ એનએસએ અજીત ડોભાલની પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ડોભાલે જે રીતે ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાન સીમામાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઇકની રણનીતિ તૈયાર કરી હતી, ત્યારબાદથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠન તેમને મારવાની યોજના તૈયાર કરી રહ્યા છે.
ભારત પર સતત હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે જૈશ
ભારતીય સુરક્ષા દળોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારે આતંકવાદીઓને ખતમ કર્યા છે, ત્યારબાદગી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ગુસ્સે ભરાયું છે. જૈશ ભારતમાં સતત હુમલા કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. બાલાકોટમાં જે પ્રકારે ભારતીય વાયુસેનાએ ઘૂસીને આતંકવાદી કેમ્પ ધ્વસ્ત કરી દીધા હતા, ત્યારબાદથી જૈશની ગતિવિધિ વધી ગઈ હતી.
બાલાકોટમાં ફરીથી સક્રિય થયા આતંકવાદી કેમ્પ
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના જે આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા, ત્યાં ફરીથી આતંકવાદી ગતિવિધિ જોવા મળી રહી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બાલાકોટના પોતાના આતંકવાદી ઠેકાણાઓને ફરીથી ચાલુ કરી દીધા છે. આ આતંકવાદી ઠેકાણાઓમાં ફરી એકવાર આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા અને ભારત વિરુદ્ધ હુમલા કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.