પુલવામા હુમલા બાદ ફરી સુરક્ષાદળોને જૈશ નિશાને લઈ શકે છે: એલર્ટ

News18 Gujarati
Updated: February 23, 2019, 12:08 PM IST
પુલવામા હુમલા બાદ ફરી સુરક્ષાદળોને જૈશ નિશાને લઈ શકે છે: એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

ગુપ્તચર સંસ્થાને શક છે કે 'સાઇકોલૉજિકલ ઑપરેશન' થઈ શકે છે,તેમ છતાં આતંકી હુમલાની શક્યતાઓ નકારી શકાય નહીં.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરનાના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ફરી એક વાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ત્રાટકી શકે છે. ગુપ્તચર સંસ્થાઓ દ્વારા 16-17 ફેબ્રુઆરીએ ઇન્ટરસેપ્ટ કરાયેલી વાતચીતમાં આતંકવાદીઓ વચ્ચે આ ખુલાસો થયો છે. એજન્સીઓને શક છે કે આ મનોવૈજ્ઞાનિક ભય પેદા કરવાની કિમીયો પણ હોઈ શકે છે. જોકે. આતંકવાદી હુમલાના કાવતરાથી ઇન્કારર થઈ શકે નહીં

ગુપ્તચર સંસ્થાઓના અલર્ટ મુજબ, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પુલવામા હુમલાનો વીડિયો પણ જાહેર કરી શકે છે. આતંકવાદીઓ વચ્ચે થયેલી વાતચીતમાં દાવો કરાયો છે કે જૈશના આતંકવાદી મોહમ્મદ વકાસ ડારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આઈઈડી પ્લાન્ટ કર્યુ હતું જેને ડિફ્યૂઝ કરતા સમયે એક મેજર શહીદ થયા હતા.

પાકિસ્તાનમાં ડરનો માહોલ

અન્ય એક એલર્ટમાં જાણવા મળ્યુ છે કે પુલવામા હુમલા બાદ લાઇન ઑફ કંટ્રોલની નજકી આવેલા લશ્કર, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ટ્રેનિંગ કેમ્પને એલઓસીથી 15-20 કિલોમિટર પીઓકેથી દૂર લઈ જવામા આવ્યા છે, જ્યારે કેટલાક કેમ્પને આર્મીના બેઝ કેમ્પની અંદર લઈ જવામાં આવ્યા છે.

અલર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે LoC પર ફિદાયીન બટાલિયન અને સરહદ પર રેન્જર બટાલિયનની જગ્યા પાકિસ્તાની આર્મીએ લઈ લીધી છે. સીમાની પેલે પાર રહેતા ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે કે સાજ ઢળ્યા બાદ ઘરની બહાર ન નીકળવું

 
First published: February 23, 2019, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading