શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 37 જવાનો શહીદ થયા છે. આ હુમલાની જવાબાદરી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જૈશના આ આતંકી હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ ઓડિયોમાં એક આતંકી ગુજરાતના નામનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે.
આ દરમિયાન ન્યૂઝ18ના હાથમાં એક ઓડિયો આવ્યો છે. આ ઓડિયો પાંચમી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં થયેલા 'કાશ્મીર દિવસ' કાર્યક્રમનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનો અને રાજકીય દળોએ મળીને 'કાશ્મીર દિવસ'ની ઉજવણી કરી હતી. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ખુલ્લેઆમ ભારતને હચમચાવી દેવાની ધમકી આપી રહ્યો હતો.
ઓડિયો ક્લિપમાં જે આતંકવાદીનો અવાજ સંભળાઈ રહ્યો છે તે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આતંકી કહી રહ્યો છે કે જૈશ-એ-મોહમ્મદની લડાઈ ફક્ત કાશ્મીર સુધી જ નહીં પરંતુ દિલ્હી અને ગુજરાત સુધી પહોંચશે.
#PulwamaTerrorAttack – Our fight is not just limited to Kashmir. Our fight will go to Delhi and Gujarat, says Jaish-e-Mohammed. @islahmufti with more details.
પુલવામા આતંકી હુમલાને અંજામ આપનાર એક સ્થાનિક આતંકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ આતંકીનું નામ આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડો છે. જૈશ-એ-મોહમ્મદે સ્થાનિક ન્યૂઝ એજન્સીને આપેલા એક નિવેદનમાં આની જાણકારી આપી હતી.
તેના જણાવ્યા પ્રમાણે આદિલ અહમદ પુલવામાના ગુંડઈ બાગનો નિવાસી છે. તેની તસવીર પણ સામે આવી છે. જેમાં તે પોતાને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર બતાવી રહ્યો છે અને લખ્યું છે કે, "ગીન રખા હૈ અપન લહૂ કા હર કતરા હમને, ન બક્ષે હમારે શહીદ હમે, જો હમને તુમકો એક એક કતરા ગિનવાયા નહીં- જાહિદ બિન તહકા."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર