Home /News /national-international /

ત્રણ એકર જમીનમાં ફેલાયેલા આલિશાન કેમ્પમાં છૂપાયો છે આતંકી મસૂદ અઝહર!

ત્રણ એકર જમીનમાં ફેલાયેલા આલિશાન કેમ્પમાં છૂપાયો છે આતંકી મસૂદ અઝહર!

સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીર

રિપોર્ટ્સ પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને પાકિસ્તાનની રાવલપિંડી સ્થિત આર્મી હોસ્પિટલમાંથી બહાવલપુર ખસેડી દેવામાં આવ્યો છે.

    ઇસ્લામાબાદ : પાકિસ્તાન પાસેથી મળી રહેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને પાકિસ્તાનની રાવલપિંડી સ્થિત આર્મી હોસ્પિટલમાંથી બહાવલપુર ખસેડી દેવામાં આવ્યો છે. આ જગ્યાને જૈશનું હેડક્વાર્ટર માનવામાં આવે છે. મસૂદ અઝહર ઘણા લાંબા સમયથી બીમાર હતો. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, આથી જ તે હેડક્વાર્ટર પહોંચી ગયો છે.

    જૈશનું આ હેડક્વાર્ટર બાલાકોટથી આશરે 750 કિલોમીટર દૂર છે. બાલાકોટમાં ભારતીય એરફોર્સે 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયાના સમાચાર સામે આવ્યા છે. તો જાણીએ જૈશના હેડક્વાર્ટરની ચાર મોટી વાત, જ્યાં આતંકી મસૂદ અઝહર રહે છે.

    આ પણ વાંચો : આતંકી મસૂદ અઝહરના હાલના લોકેશન અંગે મળી માહિતી : રિપોર્ટ

    1. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેક્વાર્ટર ત્રણ એકર જમીનમાં ફેલાયેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં 600થી વધારે આતંકીઓને રહેવાની વ્યવસ્થા છે.



    2. જૈશ-એ-મોહમ્મદનું આ હેડક્વાર્ટર અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. અહીં સ્વિમિંગ પુલથી લઈને જીમની સુવિધા છે.

    આ પણ વાંચો : પાક. PM ઇમરાન ખાને કહ્યુ- 'હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે અયોગ્ય'

    3. બહાવલપુરમાં આવેલા જૈશના હેડક્વાર્ટરને આતંકીઓની નર્સરી પણ કહેવામાં આવે છે. બાલાકોટમાં મોકલતા પહેલા આતંકીઓને અહીં તાલિમ આપવામાં આવે છે.

    આ પણ વાંચો : ઝૂક્યું પાકિસ્તાન, આતંકી સંગઠનો વિરુદ્ધ બનાવ્યો એક્શન પ્લાન : રિપોર્ટ

    4. ત્રણ એકર જમીનમાં ફેલાયેલા હેડક્વાર્ટરને બનાવવાની શરૂઆત 2012માં થઈ હતી. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના કાર્યકાળમાં વર્ષ 2015માં આતંકીઓનો આ કેમ્પ શરૂ થઈ ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bahawalpur, Balakot, IAF, Masood-azhar, જૈશ એ મોહમ્મદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन