Home /News /national-international /

જૈશનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે : પાકિસ્તાનના વિદેશ મંત્રીનો સ્વીકાર

જૈશનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે : પાકિસ્તાનના વિદેશ મંત્રીનો સ્વીકાર

પાકિસ્તાન વિદેશ મંત્રી

"ભારત પાસે મસૂદ અઝહર વિરુદ્ધ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ."

    ન્યૂઝ18 ગુજરાતી :  ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદનો વડો આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સીએનએન સાથે વાતચીત કરતા કહ્યું કે, "મને જાણકારી છે ત્યાં સુધી મસૂદ અઝહાર પાકિસ્તાનમાં જ છે." સાથે તેમણે એવું પણ કહ્યું કે, ભારતે પાકિસ્તાન હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યા બાદ બંને દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ભારતે અમારી ધરતી પર બોમ્બ ફેંક્યા હતા. સાથે તેમણે એવું પણ કહ્યું કે અમે શાંતિ ઇચ્છી રહ્યા છીએ.

    આ નવું પાકિસ્તાન છે: કુરૈશી

    સીએનએન સાથે વાતચીત કરતા કુરૈશીએ કહ્યું કે, "ભારતને મારો સંદેશ છે કે આ નવી સરકાર છે. આ નવી વિચારસરણી સાથેની સરકાર છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમારી સરકારે લોકોનાં કામ કરવા છે. અમે અર્થતંત્રને પાટે ચડાવવા માંગીએ છીએ. અમે પાકિસ્તાનમાં શાસનમાં સુધારો કરવા માંગીએ છીએ. અમે પાકિસ્તામાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માંગીએ છીએ. અઘફાનિસ્તાનમાં છેલ્લા 70 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને અમે ખતમ કરવા માંગીએ છીએ.

    આ પણ વાંચો :  અભિનંદન તળાવમાં કુદકો લગાવી ગળી ગયો હતો દસ્તાવેજ અને નકશા: રિપોર્ટ

    કોઈ આતંકી સંગઠન અમારી ધરતીનો ઉપયોગ નહીં કરી શકે

    "પાકિસ્તાનમાં વર્ષો પછી એવી સરકાર બની છે જેને પાકિસ્તાનની આર્મીનું પણ સમર્થન છે. અમે કોઈ સંસ્થા કે વ્યક્તિને અમારી ધરતીનો ભારત સહિત કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકી ગતિવિધિ માટે ઉપયોગ નહીં કરવા દઈએ."

    શાંતિ માટે દરેક પગલાં લેવા તૈયાર

    શાહ મહેમૂદ કુરૈશીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારત ઘણા સમયથી આતંકી અઝહર મસૂદને આંતરારષ્ટ્રીય આતંકીઓની યાદીમાં મૂકવા માટે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાનનું મિત્ર ચીન આવું શક્ય નથી થવા દેતું તો શું તમે હવે આ દિશામાં કંઈ હકારાત્મક વિચારી રહ્યા છે, ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યુ કે, "શાંતિ માટે અમે કોઈ પણ પગલાં લેવા માટે તૈયાર છીએ. જો ભારત પાસે ઠોસ પુરાવા છે તો અમારી સાથે વાત કરે અમે યોગ્ય પગલાં ભરીશું."

    આ પણ વાંચો :  સરકારનો આદેશ - YouTube પરથી હટાવવામાં આવે વિંગ કમાન્ડર અભિનંદનના વીડિયો

    મસૂદ અઝહરની હાલત ખૂબ ખરાબ

    વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, ત્યારે તેમણે જણાવ્યું કે, "મને ખબર છે ત્યાં સુધી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ઘરથી બહાર પણ નથી નીકળી શકતો. ભારત પાસે તેની વિરુદ્ધ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ."

    આ પણ વાંચો :  ભારતે પાકિસ્તાનની કરી ફજેતી, બતાવ્યા F-16થી ફેકેલ મિસાઇલના ટુકડા

    સાથે જ પાક. વિદેશ મંત્રીએ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે. મેં અમેરિકા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમેરિકાએ અમારી ચિંતાની નોંધ લીધી હતી અને ભારત સાથે શાંતિ માટે મહત્વનો રોલ ભજવ્યો છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Abhinandan, Jaish e Mohammad, Masood-azhar, Pakistan Foreign Minister, Shah Mehmood Qureshi, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन