Home /News /national-international /

જૈશના વડા મસૂદ અઝહરે જાહેર કર્યો ઓડિયો, 'અભી મેં ઝિંદા હું!'

જૈશના વડા મસૂદ અઝહરે જાહેર કર્યો ઓડિયો, 'અભી મેં ઝિંદા હું!'

મસૂદ અઝહર (ફાઇલ તસવીર)

10 મિનિટ લાંબા ઓડિયોમાં ભારતની જેલમાં આપવામાં આવેલી યાતનાઓ અંગે પણ મસૂદ અઝહર જણાવી રહ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાન સમર્થિક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સાથે જોડાયેલો એક નવો ઓડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મસૂદ અઝહર તરફથી લખવામાં આવેલા સ્ટેટમેન્ટને તેનો પ્રવક્તા સૈફુલ્લા વાંચી રહ્યો છે. આ ઓડિયોમાં મસૂદના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'હજી હું જીવતો છું. આખી દુનિયામાં મારા મોતના સમાચાર ચાલી રહ્યા છે. પરંતુ કોણ કેટલું જીવે છે કે મરે છે તે ઉપરવાળો નક્કી કરતો હોય છે..'

    છેલ્લા ઘણા સમયથી જૈશ-એ-મોહમ્મદ તરફથી બુધવારે જ ઓડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે. આ વખતે પણ આતંકી સંગઠને ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયો જૈશના પ્રવક્તા સૈફુલ્લાહે જાહેર કર્યો છે. આ ઓડિયોમાં મસૂદ અઝહરનું લેખિત નિવેદન વાંચવામાં આવે છે. આ ઓડિયોમાં મસૂદ અઝહર તરફથી જણાવવામાં આવ્યું છે કે, "હું હજી જીવતો છું.' સાથે જ મસૂદ અઝહરે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પણ ચેતવ્યો છે.

    આ પણ વાંચો : મુશર્રફે ખોલી પોલ, 'પાકિસ્તાને ભારત પર હુમલો કરવા અનેક વખત જૈશની મદદ લીધી'

    10 મિનિટ લાંબા ઓડિયોમાં ભારતની જેલમાં આપવામાં આવેલી યાતનાઓ અંગે પણ મસૂદ અઝહર જણાવી રહ્યો છે. એટલું જ નહીં ઓડિયોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની વર્તમાન સરકાર દબાણમાં કામ કરી રહી છે. આ ઓડિયો ચોથી માર્ચના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો છે.

    ઓડિયોમાં મસૂદ અઝહર મુસ્લિમો તેમજ મદરેસા પર હુમલો ન કરવાની સલાહ આપી રહ્યો છે. સાથે જ તે લિબરલ્સને પાકિસ્તાનની મુસ્લિમ સંસ્થાઓ સામે કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી રહ્યો છે.

    પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એવું નિવેદન કર્યું હતું કે તેમની સરકાર જૈશ સાથે વાતચીત કરી રહી છે. આ અંગે ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ દબાણમાં આવું નિવેદન આપી રહ્યા છે. પાકિસ્તાની સરકારે જૈશ એ મોહમ્મદ જેવું છે તેવો તેનો સ્વીકાર કરવો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: AUDIO, Balakot, Imran Khan, Masood-azhar, Pulwama, Shah Mehmood Qureshi, જૈશ એ મોહમ્મદ, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन