રાજસ્થાન: ઢગલાબંધ ફેસબુક એકાઉન્ટ હૈક, વિદેશી મહિલાઓના ફોટો કર્યા અપલોડ

News18 Gujarati
Updated: September 3, 2018, 12:00 AM IST
રાજસ્થાન: ઢગલાબંધ ફેસબુક એકાઉન્ટ હૈક, વિદેશી મહિલાઓના ફોટો કર્યા અપલોડ
રાજસ્થાનમાં ઘણી બધી ફેસબુક આઈડી હૈક

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કેટલાક લોકોની ફેસબુક આઈડી હૈક કરવાનો મામલો સામે આવ્યો છે.

  • Share this:
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કેટલાક લોકોની ફેસબુક આઈડી હૈક કરવાનો મામલો સામે આવ્યો છે. હૈક થયેલ બધી જ આઈડીમાં વિદેશી મહિલાઓ સૈનિકોના ફોટો અપલોડ કરવામાં આવી છે. હૈકરે બધી જ હૈક આઈડીમાં જિલિયન ક્લેરેન્સ નામથી પ્રોફાઈલ બનાવી છે. જે લોકો શિકાર થયા છે તેમના પ્રોફાઈલ પિક્ચરની સાથે-સાથે ટાઈમલાઈન કવર પણ બદલી નાંખવામાં આવ્યું છે.

ટાઈમલાઈન કવરમાં મહિલા સૈનિકોની તસવીર અપલોડ કરવામાં આવી છે. સાથે જ સર્ચ કરવા પર જિલિયન ક્લેરેન્સ નામ સાથે ટેક્સ અમેરિકા લખેલું આવે છે.

હૈકિંગ પછી યૂઝર્સે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પણ બદલી નાંખ્યો છે. આ હૈકિંગ ખુબ જ મોટા સ્તર થયેલું છે અને ઘણી બધી કોશિષો છતાં આઈડી રિકવર થઈ રહી નથી. આનાથી લોકોમાં હડકંપ મચી ગયો છે.

ફેસબુક આઈડી ઠિક કરાવવા માટે લોકો ઈન્ટરનેટના જાણકારો પાસે જઈ રહ્યાં છે. આ હેકિંગ પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેસલમેરનો નાચલા વિસ્તાર પાકિસ્તાનની સીમાની નજીક છે. એવામાં પાકિસ્તાની હૈકર્સ સામે પણ શંકાની સોઈ ગુમી રહી છે.
First published: September 3, 2018, 12:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading