Unique Surgery: પેશન્ટ વાત કરતો રહ્યો અને ડૉક્ટરોએ કાઢી દીધું બ્રેઇન ટ્યૂમર

Unique Surgery: પેશન્ટ વાત કરતો રહ્યો અને ડૉક્ટરોએ કાઢી દીધું બ્રેઇન ટ્યૂમર
પ્રતીકાત્મક તસવીર

CISFના જવાનને બે મહિનાથી હતી તકલીફ, આ જોખમને ધ્યાને લઈ ડૉક્ટરોએ ઓપરેશન માટે અપનાવી અનોખી પદ્ધતિ

  • Share this:
    સચિન શર્મા, જયપુરઃ શું તમે ઠીક છો? કેવું અનુભવી રહ્યા છો? હાથ-પગની મૂવમેન્ટ કરી શકો છો કે નહીં? સામાન્ય રીતે સર્જરી (Surgery) બાદ પેશન્ટને આ સવાલ પૂછવામાં આવતા હોય છે પરંતુ જ્યારે આ સવાલો ઓપરેશન ટેબલ (Operation table) પર ઓપરેશન દરમિયા જ પૂછવામાં આવે તો તે કોઈ આશ્ચર્યથી ઓછું નથી. પરંતુ આવી જ એક અનોખી સર્જરી ભગવાન મહાવીર કેન્સર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (Bhagwan Mahaveer Cancer Hospital & Research Centre)ના ન્યૂરો ઓન્કો સર્જન ડૉ. નિતિન દ્વિવેદી (Dr. Nitin Dwivedi) અને તેમની ટીમ તરફથી સફળતાપૂર્વક કરવામાં આવી છે.

    CISFના એક જવાનની કરવામાં આવી સર્જરી



    સર્જરી દરમિયાન દર્દી ભાનમાં જ રહ્યો ઉપરાંત તેના હાથ અને પગની મૂવમેન્ટ કરાવતા વાત કરતા રહ્યા. ડૉક્ટર્સની ટીમે દર્દીના બ્રેઇનથી ટ્યૂમર કાઢીને તેને કેન્સર મુક્ત કરી દીધો. ડૉ. દ્વિવેદીએ જણાવ્યું કે, આ સર્જરી CISFના એક જવાન પર કરવામાં આવી છે. જવાનને હાથમાં નબળાઈ અનુભવાતા તપાસ કરતાં બ્રેઇનમાં ટ્યૂમર હોવાનું સામે આવ્યું હતું. આ ટ્યૂમર મગજના એ અગત્યના હિસ્સામાં હતું જે હાથ અને ચહેરાને નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં જો ગાંઠ સામાન્ય ઓપરેશન દ્વારા કાઢવામાં આવે તો હાથ અને ચહેરા પર નબળાઈ (લકવા)ની શક્યતા રહેતી હતી.

    આ પણ વાંચો, MI Vs RCB: મેદાન પર હાર્દિક પંડ્યા અને ક્રિસ મોરિસ બાખડી પડ્યા, મેચ રેફરીએ લગાવી ફટકાર

    CISF જવાને પહેલા કેટલાક ડૉક્ટર્સને બતાવ્યું હતું પરંતુ હાથની મૂવમેન્ટ બંધ થવાની વાત સામે આવતાં તેણે ઉપચાર ન કરાવ્યો. લગભગ બે મહિના પહેલા જવાને BMCHRCમાં ડૉક્ટરને બતાવ્યું. અહીં જવાનની સર્જરી પ્લાન કરવામાં આવી. ડૉ. દ્વિવેદીએ જણાવ્યું કે દર્દીના જાગૃત હોવા દરમિયાન ઓપરેશન કરવામાં સૌથી મોટો ફાયદો એ રહે છે કે ટ્યૂમર કાઢતી વખતે જો શરીરના કોઈ હિસ્સામાં કોઈ નબળાઈ આવે તો તેને તાત્કાલિક સંભાળી શકાય છે.

    આ પણ વાંચો, ઓન ડિમાન્ડ સપ્લાય કરવામાં આવતી હતી યુવતીઓ, આવી રીતે થયો પર્દાફાશ

    આ ઓપરેશનમાં દર્દીને લકવાથી બચાવવા માટે ટેકનીકના અનેક સ્તરોનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીની સર્જરી દરમિયાન કાર્યક્ષમતાનું આકલન કરવા માટે તેની સાથે વાત કરવાની સાથોસાથ હાથ અને પગ તથા આંખોની મૂવમેન્ટ કરાવતી રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published:October 29, 2020, 15:23 pm

    ટૉપ ન્યૂઝ