રાજસ્થાન : સચિન પાયલટ BJPમાં નહીં જોડાય, 'કોંગ્રેસ પ્રગતિશીલ પાર્ટી' નામે નવી પાર્ટી બનાવી શકે છે

News18 Gujarati
Updated: July 13, 2020, 11:51 AM IST
રાજસ્થાન : સચિન પાયલટ BJPમાં નહીં જોડાય, 'કોંગ્રેસ પ્રગતિશીલ પાર્ટી' નામે નવી પાર્ટી બનાવી શકે છે
સચિન પાયલટ

સચિન કોંગ્રેસ છોડીને બીજી પાર્ટી બનાવી શકે છે. જેનું નામ પ્રગતિશીલ કોંગ્રેસ હશે.

  • Share this:
Rajasthan Political crisis : રાજસ્થાનના રાજકીય સંકટ સમાંયતરે નવા નવા વળાંક લાવી રહ્યો છે. પહેલા સુત્રોએ દાવો કર્યો કે સચિન પાયલટની પાસે અનેક વિધાયકોનું સમર્થન છે અને તે તમામ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. હવે સચિન પાયલટે ભાજપમાં જોડાવા મામલે ચાલતી અટકળો પર પ્રતિક્રિયા આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ પાયલટે સાફ કર્યું છે કે તે ભાજપમાં નહીં જોડાય, પણ હવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સચિન કોંગ્રેસ છોડીને બીજી પાર્ટી બનાવી શકે છે. જેનું નામ પ્રગતિશીલ કોંગ્રેસ હશે.

રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસેની અંદર વિવાદ શરૂ થઇ ગયો છે. આ વચ્ચે ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે રવિવારે પાર્ટીથી બળવો કરવાના સંકેત આપતા દાવો કર્યો છે કે તેમની સાથે 30થી વધુ વિધાયક છે. અને અશોક ગહલોત સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે.

વધુ વાંચો :  Political crisis in Rajasthan: કૉંગ્રેસની રાત્રે 2:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ, 109 ધારાસભ્યોના સમર્થનનો દાવો

કોંગ્રેસના સુત્રોનું કહેવું છે કે સચિન પાયલટે હાઇ કમાન્ડ આગળ પોતાની કેટલીક માંગણીઓ રાખી છે. જે પછી તેમણે મેસેજ મોકલવામાં આવ્યો હતો કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં આસ્થા રાખી તેમના નિર્ણયને સ્વીકારવો જોઇએ. જો કે પાયલટે તેવું કરવાની ના પાડી.
સમગ્ર મામલે સીએમ ગહલોતે રાતે 9 વાગે વિધાયકોની સાથે બેઠક કરી. તે પછી ગહલોત સમર્થક વિધાયકનો દાવો છે છે કે તેમના વિધાયકો જીતી જશે.

વધુ વાંચો  : AIIMSના ડાયરેક્ટરે કોરોનાને લઇને વ્યક્ત કરી ચિંતા, કહ્યું- હવે બ્રેન, કિડની અને હાર્ટ પર હુમલો કરી રહ્યો છે વાયરસઅને વધુ વિધાયકો અમે ભાજપથી લઇ આવીશું. વધુમાં રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે તેમણે પાયલટથી વાત કરવાનો પ્રયાસ કર્યો, મેસેજ પણ કર્યો પણ તેમણે જવાબ ન આપ્યો. તે પાર્ટીથી ઉપર તો નથી જ.
પાયલટના દાવાથી વિપરીત કોંગ્રેસનું કહેવું છે કે ગહલોત સરકાર પૂરી રીતે સુરક્ષિત છે. અને તે પોતાનો પૂરો કાર્યકાળ પૂરો કરશે.

પાર્ટીના ઉચ્ચ પદસ્થ સુત્રો મુજબ સોમવારે વિધાયક દળની બેઠકમાં સ્પષ્ટ થશે કે કોંગ્રેસની સરકાર બહુમતમાં છે કે નહીં. બીજી તરફ કોંગ્રેસ હાઇકમાન્ડ પણ રાજસ્થાનમાં આવેલા આ રાજકીય સંકટને શાંત કરવા માટે અજય માકન અને રણદીપ સુરજેવાલા જેવા વરિષ્ઠ નેતાઓને જયપુર મોકલ્યા છે.
Published by: Chaitali Shukla
First published: July 13, 2020, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading