રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, ગુટખા બાદ હવે પાન-મસાલા અને ફ્લેવર્ડ સોપારી પર પણ પ્રતિબંધ

News18 Gujarati
Updated: October 2, 2019, 7:07 PM IST
રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, ગુટખા બાદ હવે પાન-મસાલા અને ફ્લેવર્ડ સોપારી પર પણ પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર અને બિહાર બાદ રાજસ્થાન દેશનું ત્રીજુ રાજ્ય બન્યું છે, જ્યાં આ પ્રકારના ઉત્પાદન પર પૂર્ણ પ્રતિબંધ છે.

  • Share this:
રાજસ્થાન સરકારે ગાંધી જયંતીના અવસર પર બુધવારે પ્રદેશમાં મેગ્નેશિયમ કાર્બૉનેટ, નિકોટિન, તંબાકૂ અથવા મિનરલ ઑયલ યુક્ત પાન-મસાલા અને ફ્લૅવર્ડ સોપારી પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, એવા પાન-મસાલા અથવા સોપારીના ઉત્પાદન, ભંડારણ, વિતરણ અને વેચાણ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે મહારાષ્ટ્ર અને બિહાર બાદ રાજસ્થાન દેશનું ત્રીજુ રાજ્ય બન્યું છે, જ્યાં આ પ્રકારના ઉત્પાદન પર પૂર્ણ પ્રતિબંધ છે. આ પહેલા રાજસ્થાનમાં તંબાકૂ મિશ્રિત ગુટખા અને ઈ-સિગરેટને પ્રતિબંધ કરી દેવામાં આવી છે.

જન ઘોષણા પત્ર અને બજેટ ઘોષણાની કરી વાત
રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2006 અંતર્ગત ખાદ્ય સુરક્ષા અને માનક વિનિયમ, 2011 અંતર્ગત આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જન ઘોષણા પત્ર અનુસાર, યુવાનોમાં નશાની લત રોકવા હેતુ જરૂરી પગલું ભરવામાં આવ્યું છે.

આવા તમામ ઉત્પાદો પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ
ચિકિત્સા અને સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ કહ્યું કે, યુવાનોમાં નશાની લત રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ પદાર્થોની પુષ્ટિ સ્ટેટ સૅન્ટ્રલ પબ્લિક હૅલ્થ લૅબોરેટરી, રાજસ્થાન દ્વારા કરવામાં આવશે. શર્માએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંત્રગત એવા તમામ ઉત્પાદો પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું કે, આવી બોગસ સામગ્રીના વેચાણને નિયંત્રિત કરી, ચોરીના માલના વેચાણ પર કડક કાર્યવાહી કરતા તેના પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ રાજસ્થાન સરકારે ઈ-સિગરેટ અને હુક્કાબારો પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
First published: October 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...