રાજસ્થાનમાં 18 જિલ્લામાં આંધી-વાવાઝોડાની ચેતવણી

News18 Gujarati
Updated: June 11, 2019, 7:12 PM IST
રાજસ્થાનમાં 18 જિલ્લામાં આંધી-વાવાઝોડાની ચેતવણી
બદલાતા વાતાવરણ વચ્ચે આગામી ચાર-પાંચ દિવસ ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે.

બદલાતા વાતાવરણ વચ્ચે આગામી ચાર-પાંચ દિવસ ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે.

  • Share this:
સંબ્રત ચતુર્વેદી, ન્યૂઝ18ઃ રાજસ્થાનમાં મંગળવારે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદથી ભીષણ ગરમીમાં રાહત મળી છે, કેટલાક વિસ્તારમાં પારો 5થી 7 ડિગ્રી સુધી નીચે ગગળ્યો છે, પરંતુ આ બદલાતા વાતાવરણ વચ્ચે આગામી ચાર-પાંચ દિવસ ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે.

પ્રદેશના 14 જિલ્લા આ વાતાવરણથી ભારે પ્રભાવિત રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અજમેર, અલવર, બાંસવાડા, બારા, ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિતોડગઢ, દોસા, ધોલપુર, જયપુર, કરૌલી, કોટા, ટોંક, રાજસમંદ, સીકર અને ઉદયપુર જિલ્લા સામેલ છે.

 


Loading...રાજસ્થાનમાં છેલ્લા દશ દિવસથી પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, સોમવારે જ ધોલપુરમાં મહત્તમ તાપમાન 51 ડિગ્રી પહોંચ્યું હતું. ભઠ્ઠીની જેમ તપી રહેલા રાજસ્થાનમાં ગરમીએ છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. જો કે મંગળવારે દિવસે તાપમાનમાં આવેલા મામુલી ફેરફારથી લોકોએ રાહતનો શ્વાસ લીધો.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...