Home /News /national-international /NRI દીકરાઓએ સ્વખર્ચે બદલી ગામની શિકલ, 1.25 કરોડનું બનાવ્યું પંચાયત ભવન, 24/7 ઇમરન્જસી સેવાઓ મળશે

NRI દીકરાઓએ સ્વખર્ચે બદલી ગામની શિકલ, 1.25 કરોડનું બનાવ્યું પંચાયત ભવન, 24/7 ઇમરન્જસી સેવાઓ મળશે

પંચાયત ભવનનું કર્યું નિર્માણ

Barmer News: રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં આવેલું બુઢાતલા ગામની શિકલ એક વૃદ્ધ મહિલાનાં દીકરાઓએ બદલી નાંખી છે. હાલમાં બુઢાતલા ગ્રામ પંચાયત ચર્ચામાં છે. કારણ છે આ ગામની 80 વર્ષિય વૃદ્ધાનાં દીકરાઓએ ગામની શિકલ સ્વખર્ચે બદલી નાંખી છે. જે માટે તેમણે સવા કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. અને એક અત્યાધુનિક પંચાયત ભવનનું નિર્માણ કરાવ્યું છે.

વધુ જુઓ ...
    બાડમેર: રાજસ્થાનનાં બાડમેર જીલ્લામાં આવેલાં બુઢાતલા ગ્રામ પંચાયત ચર્ચામાં છે. અહીં ગ્રામજનોએ નિર્વિરોધ એક 80 વર્ષની મહિલાને સરપંચ બનાવી દીધી છે. ગ્રામીઓએ આ વિશઅવાસ બાદ મહિલાનાં દીકરાઓએ ગામની શિકલ બદલી નાંખી છે. અહીં આશરે સવા કરોડનાં ખર્ચે એક અત્યાધુનિક પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગામને અનોખું બનાવવા માટે તેમાં ત્રણ ત્રણ કાર્મિક નિમવામાં આવ્યાં છે. 80 વર્ષિય મહિલાને ગ્રામજનોએ નિર્વિરોધ સરપંચ બનાવી દીધી છે. મહિલા સરપંચનાં દીકરાઓએ કાર્મિકોને વેતન પણ તેમનાં અંગત ખર્ચમાંથી આપે છે. આ થ્રણેય કાર્મિકોની જવાબદારીઓ છે તમામ ગ્રામજનોની સમસ્યાનું સમાધાન કરવું.

    અહી રેહનારી 80 વર્ષિય નોજી દેવીનાં બે દીકરાઓ નવલ કિશોર ગોદારા અને ટીકૂ સિંહ ગોદારા NRI છે. ગ્રામીણોએ ગામનાં વિકાસ માટે નોજી દેવીનાં દીકરાઓને સરપરંચ બનાવવાની ઇચ્છા જતાવી હીત. પણ NRI હોવાને કારણે બંનેએ ના પાડી દીધી હતી. જે બાદ ગ્રામજનોએ નોજી દેવીને જ સરપંચ બનાવી દીધા છે. નોજી વધુ ભણેલાં નથી. ગ્રામીણોએ આ વિશ્વાસ જોઇને નોજી દેવીનાં દીકરા નવલ અને ટીકૂ સિંહએ પણ નક્કી કરી લીધુ કે, ગામનાં જોરાદર વિકાસ કરશે અને તેને સૌથી અલગ અને શ્રેષ્ઠ બનાવશે. બંનેએ પંચાયત ભવનથી લઇ ગામમાં કાયદો અને વ્યવસ્થા બધુ જ બદલી નાંખ્યું છે. હવે ગામની આસ પાસનાં ગામથી એક બિલ્કૂલ અલગ દેખાય છે.

    આ પણ વાંચો-હર ઘર વીજળી! હવે ભારતમાં નહીં થાય વીજળીની કમી, એક સાથે બનશે 10 ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ

    ઇમરજન્સી ગાડી સાથે 24 કલાક સુનાવણી- બુઢાતલા ગ્રામ પંચાયતમાં ત્રણ કાર્મિકની ડ્યૂટી લગાવવામાં આવી છે. ત્રણ કર્મિક 24 કલાક સમસ્યાનું સમાધાન કરવાં હાજર રહેશે. આ ક્રમિકોને વેતન પણ સરકારી ખર્ચામાંથી નહીં પણ પોતાનાં જ ખિસ્સામાંથી આપે છે. ગ્રામીણોએ પંચાયત ભવનનો ફોન નંબર આપવામાં આવ્યો છે. કોઇપણ સમસ્યા હોય તો ઇમરજન્સીની સ્થિતિમાં ફોન કરી કાર્મિક મદદ માટે પોતે ઘરે પહોંચે છે. સાથે જ 24 કલાક અહીં ઇમરજન્સી સેવા માટે ગાડી તૈનાત રહે છે.
    " isDesktop="true" id="1193578" >

    પોતાનાં ખિસ્સામાંથી સવા કરોડ લગાવી બનાવ્યું ભવન- 2020માં બની પંચાયત માટે ભવનનું નિર્માણ થવાનું હતું. જે બાદ નવલ કિશોરે સરકારી ફંડથી ભવન બનાવવાને નકારતાં પોતાનાં ખિસ્સાનાં 1.25 કરોડ રૂપિયા ખર્ચ કરી ગામનાં પંચાયત ભવન બનાવ્યું છે. પંચાયત ભવનનાં તમામ રૂમમાં એસી લગાવવામાં આવ્યાં છે. આ ભવનમાં આશરે 500 લોકોની ક્ષમતાનો એક મોટો હોલ પણ બનાવવામાં આવ્યા છે. આ હોલમાં મીટિંગ્સ થાય છે. આ સાથે જ અહીં આશરે 2000 છોડ વાવવામાં આવયાં છે. જે ભવિષ્યમાં ગામનું વાતાવરણ સુધારશે. અને તેને ઠંડુ રાખશે. આપને જણાવી દઇએ કે, બુઢાતલા ગ્રામ પંચાયતને વર્ષ 2020માં ભિયાડ પંચાયતથી અલગ કરવામાં આવી. હવે અહીં સ્વતંત્ર રૂપથી ચૂંટણી થાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Badmer, Rajsthani, એનઆરઆઇ, ગામડા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन