24 જુલાઈ સુધી પાયલટ જૂથના MLAને રાહત, હાઈકોર્ટે 24 જુલાઈ સુધી સ્પીકરને કાર્યવાહી કરવાની ના પાડી

News18 Gujarati
Updated: July 21, 2020, 9:38 PM IST
24 જુલાઈ સુધી પાયલટ જૂથના MLAને રાહત, હાઈકોર્ટે 24 જુલાઈ સુધી સ્પીકરને કાર્યવાહી કરવાની ના પાડી
કોંગ્રેસ નેતા સચિન પાયલટ (ફાઈલ ફોટો)

હાઈકોર્ટ તરફથી પાયલટ જૂથના ધારાસભ્યોને થોડી રાહત મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે 24 જુલાઈ સુધી સ્પીકરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

  • Share this:
હાઈકોર્ટ તરફથી પાયલટ જૂથના ધારાસભ્યોને થોડી રાહત મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે 24 જુલાઈ સુધી સ્પીકરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હવે 24 જુલાઈએ નિર્ણય આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ ગઈ છે. હોટલની અંદર બેઠક ચાલી રહી છે, આ બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, અવિનાશ પાંડે, અજય માકન વેણુગોપાલ વગેરે હાજ રહ્યા છે. કોર્ટના સંભવીત નિર્ણય બાદની પરિસ્થિતિઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

રાજસ્થાનમાં ચાલી રહેલો સત્તા સંગ્રામ રોકોવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસ સંગઠન અને રાજ્ય સરકારમાં થયેલી બે ફાડ બાદ સીએમ અશોક ગેહલોત અને બગાવત કરનાર પૂર્વ પીસીસી ચીફ અને ડેપ્ટી સીએમ સચિન પાયલટ જૂથ અલગ-અલગ શહેરની હોટલમાં ધામા નાખી બેઠા છે. ગેહલોત જૂથ જયપુરમાં ફેરમોંટ લક્ઝરી હોટલમાં છે તો પાયલટ જૂથ દિલ્હીની એક હોટલમાં બંધ છે. સત્તા સંઘર્ષમાં રોજ નવા દાવ અજમાવવામાં આવી રહ્યા છે. આ બાજુ હાઈકોર્ટ તરફથી પાયલોટ જૂથને રાહત મળી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટે 24 જુલાઈ સુધી સ્પીકરને કોઈ પણ કાર્યવાહી ન કરવા આદેશ કર્યો છે.

રાજકારણ ગરમાયું
તમને જણાવી દઈએ કે, આ પૂરા સંકટ દરમિયાન પાર્ટી વ્હીપના ઉલ્લંઘનના મામલામાં સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 બાગી ધારાસભ્યોને આપવામાં આવેલી નોટિસને લઈ હાઈકોર્ટમાં સુનાવણી થઈ.
સીજે ઈન્દ્રજીત મોહંતી અને જસ્ટિસ પ્રકાશ ગુપ્તાની બેન્ચ વચ્ચે આ સુનાવણી થઈ. પાયલટ જૂથ તરફથી પેરવી કરી રહેલા વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ આજે રિજોઈનડર પર ચર્ચા કરી ત્યારબાદ આ મામલામાં પક્ષકાર બનાવ માટે લગાવવામાં આવેલા પ્રાર્થના પત્ર પર તેમના અધિવક્તાને સંભળાવવામાં આવ્યો.
Published by: kiran mehta
First published: July 21, 2020, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading