Home /News /national-international /Rajasthan liquor in Gujarat: જપ્ત કરેલા દારૂને નષ્ટ કરવાનો આદેશ હતો તે દારૂ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યો, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
Rajasthan liquor in Gujarat: જપ્ત કરેલા દારૂને નષ્ટ કરવાનો આદેશ હતો તે દારૂ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યો, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
રાજસ્થાનના ત્રણ પોલીસકર્મી આ મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે - ફાઇલ તસવીર
Rajasthan liquor in Gujarat: ડુંગરપુર પોલીસે તસ્કરો પાસેથી જપ્ત કરેલો દારૂ નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે તે જ દારૂ ગુજરાત પોલીસે જપ્ત કર્યો હતો. ત્યારબાદ ડુંગરપુરના અધિક પોલીસ અધીક્ષક અમિલ મીણા, બિછીવાડાના પોલીસ અધિકારી રણજિત સિંહ અને ગોડાઉનના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રત્નારામને સસ્પેન્ડ કરી નાંખ્યા છે.
ડુંગરપુરઃ રાજસ્થાનના ડુંગરપુરમાં પોલીસની તસ્કરો સાથેની સાઠગાંઠ સામે આવી છે. ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો પાસેથી જે દારૂ પકડાયો હતો અને તેને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે દારૂ ગુજરાત પોલીસ પાસેથી મળી આવ્યો છે. આ ખુલાસા પછી ઉદયપુર પોલીસ રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રફુલ્લ કુમારે ડુંગરપુરના પોલીસ અધિક્ષક અનિલ મીણા, બિછીવાડા પોલીસ ઓફિસર રણજિત સિંહ અને માલખાના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રત્નારામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
ગુજરાત મોનિટરિંગ સેલે દારૂ જપ્ત કર્યો હતો
બિંછીવાડા પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસ અધિક્ષક મીણાની હાજરીમાં નવ હજારથી વધુ દારૂની પેટીઓ 26થી 31 ઓગસ્ટ વચ્ચે નષ્ટ કરી હતી. આ દારૂને પોલીસે 2012થી 2020 વચ્ચે જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂ બિછવાડા પોલીસ સ્ટેશનના ગોડાઉનમાં પડ્યો હતો. ત્યાંના હેડ કોન્સ્ટેબલ રત્નારામ હતા. ત્રણેય પોલીસ કર્મીઓની હાજરીમાં આ દારૂ પર બુલડોઝર ફેરવીને નષ્ટ કરવાની માહિતી મીડિયાને ફોટો સહિત મોકલવામાં આવી હતી. ત્યારે ગુજરાત સ્ટેટ પોલીસના મોનિટરિંગ સેલે બે સપ્ટેમ્બરે મહિસાગર જિલ્લાના કોટંબા ગામેથી દારૂનું કાર્ટૂન ભરેલી એક કાર જપ્ત કરી હતી.
તસ્કરો સાથે મિલીભગત હોવાથી ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ
જપ્ત કરેલા દારૂની તપાસ કરવામાં આવી તો આ જ દારૂ ડુંગરપુરના બિછીવાડા પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે રાજસ્થાન પોલીસના મુખ્ય અધિકારીને જાણકારી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. પોલીસ મહાનિદેશકે ઉદયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષકને તપાસ સોંપી હતી. ત્યારે તપાસ દરમિયાન તસ્કરો સાથે પોલીસ અધિકારીઓની મિલીભગત સામે આવી હતી. આ મામલે જવાબદાર ઓફિસર અતિરિક્ત પોલીસ અધિક્ષક અનિલ મીણા, બિછીવાડા પોલીસ અધિકારી રણજિત સિંહ અને ગોડાઉનના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રત્નારામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેટલું જ નહીં, તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેની તપાસ રાશિ ડોગરાને સોંપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર