જયપુર : જયપુર પોલીસે (Jaipur Police)પાંચમાં માળેથી પડેલા યુવકના મોત (Death)મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના મતે પત્નીએ પોતાના પતિથી બચાવવા માટે પ્રેમીને બાલ્કની (Balcony)પર લાગેલી રેલિંગની પાસે સંતાડી દીધો હતો. પ્રેમી ઘણો સમય સુધી બાલ્કનીની રેલિંગ પકડીને લટકતો રહ્યો હતો. તેને બચાવવા માટે પ્રેમિકાએ (Girlfriend)હાથ પણ પકડીને રાખ્યો હતો. આ પછી હાથ છૂટી ગયો અને પ્રેમી મોહસીન નીચે પડ્યો હતો. પાંચમા માળેથી પડ્યા પછી થોડોક સમય સુઝી નીચે તરફડીયા મારતો હતો. આ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નૈનીતાલથી પરિણીતાને ભગાડી લાવ્યો હતો
પ્રતાપનગરના થાનાધિકારી બલવીર સિંહ કસ્બાએ જણાવ્યું કે મૂળ ઉત્તર પ્રદેશના કન્નૌજનો રહેવાસી આઝમ ઉર્ફે મોહસીન (29) બે વર્ષ પહેલા નૈનીતાલથી 35 વર્ષીય પરિણીતા આઈસાને તેની પુત્રી સાથે ભગાડીને જયપુર લઇ આવ્યો હતો. તે લગભગ સાત મહિના માલવીય નગરમાં રહ્યો હતો. આ પછી દસ દિવસ રહેલા એનઆરઆર સર્કલ પાસે રિયા એમ્પાયર એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે ભાડે ફ્લેટ લીધો હતો.
સોમવારે અચાનક આઈસાનો પતિ તેને શોધતા ફ્લેટ પર આવ્યો હતો. રાહુલ દરવાજો ખોલવાની અને પોલીસ બોલાવવાની ધમકી આપવા લાગ્યો હતો. પોલીસની ધમકીથી આઈસા અને મોહસીન ડરી ગયા હતા. આઈસાએ મોહસીનને બાલ્કની પાસે લાગેલી રેલિંગ પાસે સંતાડી દીધો હતો. જ્યાં મોહસીન ઘણો સમય લટકતો રહ્યો હતો. આઈસાએ તેનો હાથ પકડ્યો હતો. જોકે આ પછી આઈસાનો હાથ છૂટી ગયો અને મોહસીન પાંચમાં માળેથી નીચે પડ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.
આઈશાએ મોહસીનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે તે ત્યાંથી પોતાની પુત્રી સાથે ફરાર થઇ ગઈ છે. મોહસીનના મામાના ભાઈ અબ્જલે જણાવ્યું કે આ ઘટના પછી તેની સાથે રહેનારી આઈશા હોસ્પિટલમાંથી ગાયબ થઇ ગઈ છે. આ પછી તે ફ્લેટ પહોંચી અને ત્યાં પણ સામાન ગાયબ મળ્યો છે. તેમને શંકા છે કે આઈસા ફ્લેટમાંથી કિંમતી સામાન અને રૂપિયા લઇને ફરાર થઇ ગઈ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર