Home /News /national-international /વિધિની વક્રતા: દીકરો અને દીકરી લગ્ન મંડપમાં રાહ જોઇ રહ્યા હતા, પિતાનું માર્ગ અકસ્માતમાં મોત
વિધિની વક્રતા: દીકરો અને દીકરી લગ્ન મંડપમાં રાહ જોઇ રહ્યા હતા, પિતાનું માર્ગ અકસ્માતમાં મોત
મોડી રાત્રે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પુત્ર અને પુત્રી પિતાની લાશ પાસે રડી રહ્યા હતા. અને તેમને જોઇ આખા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મોડી રાત્રે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.
જયપુર: પિતા માટે પોતાના જીવનનો સૌથી મોટો દિવસ હતો. દીકરા અને દીકરીના એક જ દિવસે લગ્ન થવાના હતા. પરિવાર અને સંબંધીઓ ખુબ જ ખુશ હતા. એક દીકરી જવાની હતી તો વહૂ સ્વરૂપે બીજી દીકરી આવવાની હતી. જોકે મંગળફેરા પહેલા જ નીયતી એ કંઇ અલગ જ રમત રમી. લગ્નનો સામાન લઇ પરત ફરી રહેલા પિતાનું માર્ગ અકસ્માતમાં મોત થઇ ગયુ તે પણ મંડપથી માત્ર દોઢ કિલોમીટર આગળ. એક અજાણ્યા વાહને તેમને એટલી જોરદાર રીતે કચડી નાંખ્યા કે લાશના ચિથડેચિથડા થઇ ગયા હતા.
બાદમાં આ અકસ્માતની જાણકારી પોલીસ સ્ટેશનથઈ ઘરે પહોંચી તો લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો. પરિવારના વડીલો એ નક્કી કર્યું કે, લગ્ન થયા બાદ જ પરિવારના અન્ય લોકોને આ વાતની જાણકારી આપવામાં આવશે. પરંતુ દીકરી લગ્ન મંડપમાં ફેરા લઇ રહી હતી અને પોતાના પિતાના આવવાની રાહ જોઇ રહી હતી. પરંતુ તેના પતિ કન્યાદાન માટે આવ્યા નહીં. આખરે જ્યારે પિતાની અર્થી ઘરે પહોંચી તો એવું કોઇ ન હતું જેની આંખમાંથી આંસૂ નીકળ્યા ન હોય. આ આખો ઘટનાક્રમ નાગોર જિલ્લાના ડેગાના વિસ્તારનો છે. આખા ગામમાં માતમ છવાયેલો છે.
ખરેખરમાં બુધવારે ડેગાના વિસ્તારમાં ચાંદારૂણ ગામમાં રહેતા દીપક અને તેની બહેન જ્યોતિના લગ્ન હતા. લગ્નનું આયોજન એક જ જગ્યાએ ગોઠવવામાં આવ્યું હતું. દીપક અને જ્યોતિના પિતા ઓમ પ્રકાશ લગ્નની તૈયારીઓ વ્યસ્ત હતા. પિતા લગ્નનો સામાન લઇ શહેરની દુકાનથી પરત ફરી રહ્યા હતા કે ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર એક અજાણ્યા વાહનચાલકે તેમને કચડી નાંખ્યા. આ ઘટના મંગળવાર રાત્રે બની હતી, બુધવારે લગ્ન થવાના હતા.
જોકે આ ઘટના બાદ ઘરમાં એવી જાણકારી આપવામાં આવી કે તેમના પિતા બીમાર છે. દીકરી ફેરા સમયે પોતાના પિતાની રાહ જોઇ રહી હતી. દીપકના લગ્ન ભારતી સાથે થયા અને જ્યોતિના લગ્ન રામવતાર સાથે થયા. બુધવારે બપોરે લગભગ ચાર વાગ્યાની આસપાસ બંનેના ફેરા મંદિરમાં કરાવાયા હતા. જેના પછી દીકરીની વિદાય થઇ અને વહૂ ઘરમાં આવી. વહૂના ઘરમાં આવતા જ પિતાની અર્થી પણ ઘર પહોંચી. થોડા સમય પછી દીકરીને પણ તેની જાણકારી મળી તો તે પણ પોતાના વર સાથે ઘર પહોંચી. ઘરમાં આક્રંદ હતો. પુત્ર અને પુત્રી પિતાની લાશ પાસે રડી રહ્યા હતા. અને તેમને જોઇ આખા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મોડી રાત્રે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં આખું ગામ હિબકે ચઢ્યું હતું. ઓમપ્રકાશના પત્નીનું પણ બે વર્ષ પહેલા એક દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર