Home /News /national-international /રાજસ્થાનમાં ઘમાસાણઃ સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવાયા

રાજસ્થાનમાં ઘમાસાણઃ સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવાયા

રાજસ્થાનમાં રાજકીય સંકટઃ હવે BJP ફ્લોર ટેસ્ટની માંગ કરી શકે છે

રાજસ્થાનમાં રાજકીય સંકટઃ હવે BJP ફ્લોર ટેસ્ટની માંગ કરી શકે છે

જયપુરઃ રાજસ્થાન કૉંગ્રસમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યા છે. નાયબમુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot) અને મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gelhot) વચ્ચેનું ઘર્ષણ (Rajasthan Political Crisis) હવે ચરમ પર આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સચિન પાયલટને મંત્રી પદથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સચિન પાયલટની સાથે જ વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ અધિકૃત રીતે જણાવ્યું કે, સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

રણદીપ સૂરજેવાલાએ વિશેષમાં જણાવ્યું કે, સચિન પાલલટને રાજસ્થાન PCC પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાયલટના સ્થાને ગોવિંદ સિંહ ડોટાસરાને PCC પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  સચિન પાયલટની સાથે તેમના સમર્થક કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચો, અયોધ્યાને ‘નકલી’ અને રામને ‘નેપાળી’ કહીને પોતાના દેશમાં જ ઘેરાયા PM કેપી ઓલી

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો, ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરનારી દવાને ભારતમાં પણ મળી મંજૂરી

બીજી તરફ, રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમને લઈ પ્રદેશ બીજેપીએ બેઠક બોલાવી. આ બેઠકમાં બીજેપી હાલની સ્થિતિને જોતાં રાજ્યપાલ સામે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી શકે છે.
First published:

Tags: Ashok Gehlot, Sachin pilot, Sonia Gandhi, કોંગ્રેસ, દિલ્હી, રાજસ્થાન