રાજસ્થાન પ્રભારી પદથી કુમાર વિશ્વાસને હટાવી દિપક વાજપાયીને આપી જવાબદારી

News18 Gujarati
Updated: April 11, 2018, 3:18 PM IST
રાજસ્થાન પ્રભારી પદથી કુમાર વિશ્વાસને હટાવી દિપક વાજપાયીને આપી જવાબદારી

  • Share this:
રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી કુમાર વિશ્વાસને પાર્ટીએ પદથી હટાવી દીધા છે. તેમના સ્થાન પર હવે પાર્ટીના કોષાધ્યક્ષ દીપક વાજપેયીને રાજસ્થાનના પ્રભારી બનાવી દેવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટી નેતા આશુતોષે બુધવારે આની જાણકારી આપતા કહ્યું છે કે પાર્ટીની રાજનૈતિક મામલાની સમિતિએ (પીએસસી) આ નિર્ણય લીધો છે.

આશુતોષે જણાવ્યું કે કુમાર વિશ્વાસ પોતાની વ્યસ્તતાને કારણે પ્રદેશમાં પાર્ટી માટે સમય આપી નથી શકતાં.જેના કારણે પીએસસીએ તેમના સ્થાન પર દિપક વાજપેયીને પ્રભારી બનાવવામાં આવ્યાં છે. રાજસ્થાનના પ્રભારી પદથી હટાવ્યાંની ખબર આવ્યાં પછી બપોરે 1:35 મિનિટ પર વિશ્વાસે ટ્વિટ કરતા કેજરીવાલ પર જબરદસ્ત કટાક્ષ કર્યો છે.

નોંધનીય છે કે ગત વર્ષે 3 મેના આમ આદમી પાર્ટી (આપ) નેતૃત્વ દ્વારા નારાજ થયેલા પાર્ટીના સંસ્થાપક નેતા કુમાર વિશ્વાસને રાજનૈતિક મામલાની સમિતિએ (પીએસસી) રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યાં હતાં.
First published: April 11, 2018, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading