જયપુર: 2 કરોડનો વીમા ક્લેમ લેવા માટે પતિએ પોતાની પત્ની અને સાળાની હત્યા કરી નાખી હતી. આ કામ માટે તેણે હીસ્ટ્રીશીટરને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. ડબલ મર્ડરની આ સનસનીખેજ ઘટના રાજસ્થાનની છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં સનસનીખેજ બ્લાઈંડ ડબલ મર્ડરનો ખુલાસો થયો છે. તેમાં હરમાડા પોલીસ ચોકીએ મૃતક મહિલા શાલૂના પતિ મહેશચંદ ધોબી અને માલવીય નગરના હિસ્ટ્રીશીટર મુકેશ સિંહ રાઠોડ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.
બાકીના બે આરોપીઓએ ઘટનામાં પોતાની બે ગાડીઓની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીથી છુટકારો મેળવવા માટે અને બે કરોડનો દુર્ઘટના ક્લેમ લેવા માટે આરોપી પતિ મહેશચંદે આ હત્યાકાંડ માટે એક હિસ્ટ્રીશીટર મુકેશ સિંહ રાઠોરને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. તેના માટે 5 લાખ રૂપિયા એડવાંન્સમાં આપ્યા હતા.
ડીસીપી વેસ્ટ વંદિતા રાણાએ આ ઘટનાને લઈને કહ્યું છે કે, આ ઘટના હરમાડા વિસ્તારમાં 5 ઓક્ટોબરે રોડ અકસ્માતનું ષડયંત્ર કરતા આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં ફુડ સ્પિડે આવતી એસયૂવીની ટક્કરથી બાઈક સવાર શાલૂ નામની મહિલા અને તેના મામા ભાઈ રાજૂનું કરુણ મોત થઈ ગયું હતું. હત્યાના સમયે તે બંને બાઈકથી સામોદ હનુમાન મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા.
2015માં થયા હતા લગ્ન, 2019માં દહેજ ઉત્પીડનનો કેસ નોંધાયો
ડીસીપી વેસ્ટ વંદિતા રાણાએ જણાવ્યું છે કે, રોડ અકસ્માતમાં બંને ભાઈ બહેનોના મોતની દુર્ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે હરમાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દયારામે આ જાણકારી આપી હતી કે, મૃતક શાલૂના પતિ મહેશ ચંદે મે 2022માં 1 કરોડ 90 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. જેનો એક હપ્તો પણ ભર્યો હતો. શાલૂના મહેશચંદ સાથે જયપુરમાં 2015માં લગ્ન થયા હતા. લગ્ન બાદ અબોલા થતાં વર્ષ 2017માં બંને અલગ રહેવા લાગ્યા. ત્યારે 2019માં શાલૂએ પોતાના પતિ મહેશ ચંદ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો. જેનાથી પતિ-પત્ની વચ્ચે અબોલા વધી ગયાં.
પતિ -પત્ની વચ્ચે અણબનાવ થતાં મહેશ ચંદે એક ષડયંત્ર રચીને પત્ની શાલૂને મનાવીને પોતાના ઘરે લઈ આવ્યો. ત્યાર બાદ મહેશ ચંદે પોતાની પત્ની શાલૂને આ વર્ષે મે મહિનામાં 2 કરોડ રૂપિયાનો દુર્ઘટના વીમો કરાવ્યો હતો. મહેશ ચંદે માલવીય નગરમાં હીસ્ટ્રીશીટર મુકેશ સિંહ સાથે મળીને પત્ની સાલૂની હત્યાનું કાવતરુ રચ્યું. સાથે જ તેને રોડ અકસ્માત ગણાવી દેવાનો પ્લાન પણ બનાવ્યો હતો.
એસીપી રાજેન્દ્ર નિર્વાણના જણાવ્યા અનુસાર, પતિ મહેશ ચંદે પોતાની પત્ની શાલૂને કહ્યું કે, તેણે સારા સંબંધો માટે એક માનતા માની છે. જેમાં પત્નીને કહ્યું કે, તે 11 મંગળવારે સામોદમાં વીર હનુમાનજીના દર્શન કરીને આવે, પણ તે ફક્ત મોટરસાયકલ પર જ મંદિર જશે. શાલૂએ પોતાના પતિની વાત માનીને પોતાના ભાઈ રાજૂ સાથે 5 ઓક્ટોબરે હનુમાનજીના મંદિરે દર્શન કરીને બાઈકથી રવાના થઈ, ત્યારે મહેશચંદે પોતાની સાથીઓ સાથે મળીને હરમાડા ઘાટીમાં એસયૂવી ગાડીથી પત્ની જેમાં બેઠા હતી તે બાઈકને ટક્કર મારી દીધી, તેમાં શાલૂ અને તેના ભાઈનું મોત થઈ ગયું. આ મોતથી સાલૂના પરિવારમાં ઊંડો આઘાત લાગ્યો. પણ અનુસંઘાનમાં રહેલા કોન્સ્ટેબલ દયારામને જાણવા મળ્યું કે, મોત પહેલા શાલૂનો વીમો કરાવ્યો હતો. ત્યારે શંકા વધારે ઊંડી થઈ અને પોલીસે સીસીટીવી ફુટેજની પડતાલ કરી અને આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખી, જેમાં સનસનીખેજ ડબલ મર્ડરનો ખુલાસો થયો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર