કોરોનાના લક્ષણો બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા વૃદ્ધનો આપઘાત, રિપોર્ટ નેગેટિવ આવ્યો

News18 Gujarati
Updated: July 8, 2020, 4:24 PM IST
કોરોનાના લક્ષણો બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા વૃદ્ધનો આપઘાત, રિપોર્ટ નેગેટિવ આવ્યો
પ્રતિકાત્મક તસવીર

હૉસ્પિટલને કોરોના રિપોર્ટ મળ્યાના પાંચ મિનિટ પહેલા જ વૃદ્ધે બીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો.

  • Share this:
જયપુર : રાજસ્થાનના જયપુર (Jaipur)માં કોરોનાના લક્ષણો (Corona Symptoms) દેખાયા બાદ સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવેલા એક વૃદ્ધે બીજા માળેથી કૂદીને આપઘાત (Suicide) કરી લીધો છે. પોલીસને કહેવા પ્રમાણે વૃદ્ધને સારવાર માટે પ્રતાપ નગર ખાતે આવેલી રાજસ્થાન યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સિસ (RUHS)માં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રિપોર્ટ અંગે વૃદ્ધને કોઈ માહિતી ન હતી. તેમને આ અંગે કોઈ માહિતી મળે તે પહેલા જ તેમણે આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે 78 વર્ષીય કૈલાશ ચંદ શર્માને RUHSના બીજા માળ ખાતે આવેલા સેમી-આઈસીયૂ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વધુ એક સ્વામીની ઓડિયો ક્લિપ વાયરલ, મહિલાને કહ્યુ- પપ્પી બાકી છે!

મંગળવારે વૃદ્ધના કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું. આજે એટલે કે બુધવારે વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરી લીધો હતો તે જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.

એવી પણ માહિતી મળી છે કે હૉસ્પિટલને વૃદ્ધનો કોરોના રિપોર્ટ મળ્યાના પાંચ મિનિટ પહેલા જ વૃદ્ધે બીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. ડીસીપી (પૂર્વ) રાહુલ જૈને જણાવ્યું હતું કે, વૃદ્ધને ખબર ન હતી કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વીડિયોમાં જુઓ : કોરોના મામલે નીતિન પટેલની પ્રતિક્રિયા

RUHS પહેલા કૈલાશ શર્માને કંવાટિયા હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેઓને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની તબિયત સારી ન થતાં વધારે સારવાર માટે તેમને RUHSમાં ખસેડવામાં આવ્યા હતા.
Published by: Vinod Zankhaliya
First published: July 8, 2020, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading