કોઈ PMની હત્યાનું ષડયંત્ર રચે અને અમે ધરપકડ પણ ન કરીએ?: અમિત શાહ

રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓ જોવા માટે પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભીમા-કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારકોની ધરપકડ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

News18 Gujarati
Updated: September 12, 2018, 8:13 AM IST
કોઈ PMની હત્યાનું ષડયંત્ર રચે અને અમે ધરપકડ પણ ન કરીએ?: અમિત શાહ
બીજેપીના પ્રમુખ અમિત શાહની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 12, 2018, 8:13 AM IST
રાજસ્થાનમાં ચૂંટણીની તૈયારીઓ જોવા માટે પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભીમા-કોરેગાંવ હિંસા મામલે વામપંથી વિચારકોની ધરપકડ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. વામપંથી વિચારકો વિરુદ્ધ પોલીસના એક્સનનું સમર્થન કરતા અમિત શાહેર કહ્યું હતું કે, કોઇ વડાપ્રધાનને મારવાનું ષડયંત્ર બનાવે અને અમે તેની ધરપકડ પણ ન કરીએ એવું કેવી રીતે થઇ શકે છે.

2018ની ચૂંટણી તો ટ્રેલર છે, 2019માં આખી ફિલ્મ જોવાની છે
જયપુર પહોંચેલા અમિત શાહ શક્તિ કેન્દ્ર સમ્મેલનમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ ઉપર નક્સલીઓની સાંઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું હતું કે, કોઇ વડાપ્રધાનને મારવાનું ષડયંત્ર રચે તો અમે કોઇ કાર્યવાહી કર્યા વગર કેવી રીતે રહી શકીએ? કોંગ્રેસ ઉપર નિશાન સાધતા શાહે કહ્યું હતું કે, શરુમાં તો તેમણે ધરપકડ કરાયેલા અર્બન નક્સલનું સમર્થન કર્યું પરંતુ પછી અમે તેમને પુરાવા આપવાનું શરૂ કર્યું તો કોંગ્રેસ ચુપ થઇ ગઇ છે.

2019માં દેશની રાજનીતિ ઉત્તરપ્રદેશથી નહીં રાજસ્થાનથી નક્કી થશે

અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું કે, આવનારી ચૂંટણીમાં પાર્ટીની જીત માટે સંપૂર્ણ લગનથી લાગી જાઓ. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અખલાક મર્ડર વિવાદ અને એવોર્ડ પરત આપવાના અભિયાન છતાં પણ બીજેપીએ લોકસભામાં જીત મેળવી છે. આ વખતે પણ અમે જીત મેળવીશું. શક્તિ કેન્દ્ર સમ્મેલનમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણી જીત આવનારા 50 વર્ષો સુધી યથાવત્ રહેશે. એટલા માટે કાર્યકર્તાઓને  સખત મહેનત કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર-નવેમ્બરમાં રાજસ્થાનની સાથે છત્તીસગઢ, મધ્યપ્રદશ અને મિઝોરમમાં ચૂંટણી થશે. બીજેપીએ રાજસ્થાનમાં અત્યારના મુખ્યમંત્રી વસુંધરા રાજે જ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે.
2015માં ઉઠાવ્યો હતો અખલાક મર્ડર, એવોર્ડ વાપસીનો મુદ્દો

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2015માં કન્નડ લેખક કલબુર્ગીના ઘરમાં ઘુસીને હત્યા કરાઇ હતી. જેના વિરોધમાં લેખકો અને સાહિત્યકારોએ વધતી અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવીને એવોર્ડ વાપસી અભિયાન શરૂ કર્યું હતું. આ સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશના દાદરીમાં મોબ લિંચિગનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં બિફ રાખવાના શંકાના આધારે ટોળાએ ઢોર માર મારીને અખલાક નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થયો હતો.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...