Home /News /national-international /સચિન પાયલટ સામે BJPએ છેલ્લી ઘડીએ બદલ્યો ઉમેદવાર, યૂનુસ ખાનને આપી ટિકિટ

સચિન પાયલટ સામે BJPએ છેલ્લી ઘડીએ બદલ્યો ઉમેદવાર, યૂનુસ ખાનને આપી ટિકિટ

સચિન પાયલટ અને યૂનુસ ખાનની તસવીર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઇને નામાંકનના છેલ્લા દિવસે સોમવારે સવારે બીજેપીએ પોતાના ઉમેદવાર તરીકે પાંચમી યાદી રજૂ કરી દીધી છે.

    રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઇને નામાંકનના છેલ્લા દિવસે સોમવારે સવારે બીજેપીએ પોતાના ઉમેદવાર તરીકે પાંચમી યાદી રજૂ કરી દીધી છે. આ યાદીમાં અત્યાર સુધી ટિકિટથી વંચિત રહેલા પરિવહન મંત્રી યૂનુસ ખાને ટોંકથી પીસીસી ચીફ સચિન પાયલટ વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યા છે. ટોંકથી પહેલા જાહેર કરાયેલા ઉમેદવાર અજીત સિંહ મેહતાને મેદાનમાંથી હટાવીને યૂનુસ ખાનને ઉમેદવાર જાહેર કર્યા છે. સીટોના ફેરફાર સહિત આઠ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે જ બીજેપીએ પોાતના 200 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

    પાંચમી યાદીમાં યૂનુસ ખાન ઉપરાંત કોટપુતલીથી મુકેશ ગોયલ, બહરોડથી મોહિત યાદવ, કરોલીથી ઓપી સૈની, કેકડીથી રાજેન્દ્ર વિનાયક, ડીડવાનાથી જીતેન્દ્ર સિંહ જોધા, ખીંવસરથી રામચન્દ્ર અને ખૈરવાડાથી નાનાલાલ આહરીને ઉમેદવાર બનાવ્યા છે.

    યૂનુસ ખાનની પરંપરાગત સીટ ડીડવાના છે. પંરતુ ટોંકથી પાયલટ મેદાનમાં ઉતર્યા બાદ બીજેપીએ પોતાની રણનીતિ બદલીને તેમને તેમને ટોંકથી ઉતાર્યા છે. ટોંકમાં લઘુમતી મતદાતાઓ વધારે સંખ્યામાં છે. ટોંકથી પાર્ટી પહેલા અજીત સિંહ મેહતાને પોતાની પહેલી યાદીમાં પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. તેમણે ચાર દિવસ પહેલા જ નામાંકન ભરી દીધું હતું. પરંતુ બદલતી પરિસ્થિતિઓને તેમને ત્યાંથી હટાવીને યૂનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા છે.

    આ ઉપરાંત પાર્ટીએ ખૈરવાડને સુરક્ષિત સીટથી પૂર્વમાં જાહેર ઉમેદવાર શંકરલાલ ખરાડીને પણ બદલ્યા છે. અહીં હવે નાનાલાલ આહીરને પ્રત્યાશી બનાવવામાં આવ્યા છે. ડીડવાનામાં યૂનુસ ખાનના સ્થાન ઉપર નવા ચહેરા જિતેન્દ્ર સિંહ જોધાને લાવવામાં આવ્યા છે.

    જ્યારે પાર્ટી માટે પડકાર બનેલી નાગૌરની ખીંવસર સીટ ઉપર રામચન્દ્રને ઉતાર્યા છે. ખીંવસરથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના હનુમાન બેનીવાલ મેદાનમાં છે. આ બેનીવાલની પરંપરાગત સીટ છે. પાર્ટી અહીં લાંબા સમયથી બેનીવાલની સામે મજબૂત પ્રત્યાશીની તપાસમાં હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Sachin pilot

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन