રાજસ્થાનમાં 50 લાખ રોજગાર તો બેરોજગારોને 5 હજાર ભથ્થુ આપશે ભાજપ!

News18 Gujarati
Updated: November 27, 2018, 5:46 PM IST
રાજસ્થાનમાં 50 લાખ રોજગાર તો બેરોજગારોને 5 હજાર ભથ્થુ આપશે ભાજપ!
વસુંધરા રાજે (ફાઈલ ફોટો)

ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે કૃષી કેન્દ્રીત 250 કરોડ રૂપિયાનું ગ્રામિણ સ્ટાર્ટ-અપ ફંડ સ્થાપિત કરવામાં આવશે.

  • Share this:
બીજેપીએ મંગળવારે પોતાવું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ઘોષણા-પત્ર બીજેપી મીડિયા સેન્ટરથી કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અને સીએમ વસુંધરા રાજેએ જાહેર કર્યું છે. રાજસ્થાન ગૌરવ સંકલ્પ પત્ર-2018ના નામથી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો અને ખેડૂતો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આમાં બીજેપીએ ઘણા વાયદા કર્યા છે. ખેડૂતોની આવક બે-ઘણી કરવાના વાયદા સાથે જ શિક્ષિત બેરોજગારોને પાંચ હજાર રૂપિયા ભથ્થુ આપવાનો તેમાં ઉલ્લેખ છે.

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, રાજસ્થાનના વિકાસનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાન પહેલા બિમાર રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસથી સામાજિક અને આર્થિક વિકાસ થયો છે. સીએમ રાજેએ કહ્યું કે, કોંગ્રેસ કરતા ટિકિટ વહેંચણીમાં આગળ હતા અને ઘોષણા પત્ર જાહેર કરવામાં પણ આગળ છીએ. રાજેએ કહ્યું કે, વિભિન્ન વિસ્તારો માટે બોર્ડ બનાવવામાં આવશે. માર્ચ 2019 સુધીમાં ત્રણ લાખ લોકોને સરકારી નોકરી મળશે. લગભગ 15 લાખ યુવાનોને રોજગાર મેળાના માધ્યમથી પ્રાઈવેટ ક્ષેત્રમાં રોજગાર મળ્યો છે.

શું છે બીજેપીના સંકલ્પ પત્રમાં

- પ્રતિ વર્ષ 30 હજાર યુવાનોને નોકરી આપવામાં આવશે.
- 50 લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે.
- તમામ ગ્રામિણ વિસ્તારને 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડવામાં આવશે.- 21 વર્ષથી વધારે ઉંમરના શિક્ષિત બેરોજગારોને પાંચ હજાર ભથ્થુ આપવામાં આવશે.
- પ્રદેશમાં એમએસપી ખરીદીની પ્રક્રિયાને વધારે પારદર્શી બનાવવામાં આવશે.
- ખેડૂતોની આવક બે-ઘણી કરવા માટે કૃષી કેન્દ્રીત 250 કરોડ રૂપિયાનું ગ્રામિણ સ્ટાર્ટ-અપ ફંડ સ્થાપિત કરવામાં આવશે.
- પ્રત્યેક જીલ્લામાં યોગ ભવન નિર્માણ કરવામાં આવશે.
સેના ભર્તી શિબિરો માટે યુવાનોને પ્રશિક્ષણ આપવા માટે ઉપખંડ સ્તર પર પ્રશિક્ષણ કેન્દ્ર ખોલવામાં આવશે.
- ગ્રામિણ ક્ષેત્રના રોજગાર ગેરંટી (નરેગા)ની જેમ શહેરી ગેરંટી રોજગાર કાયદો બનાવવામાં આવશે.
- યૂનિવર્સલ હેલ્થ ઈન્સ્યોરન્સની દીશામાં કારગર પગલા ભરવામાં આવશે.
- હેપ્પીનેસ ઈન્ડેક્સને એક પેરામિટરના રૂપમાં કામમાં લેવામાં આવશે.

પ્રદેશમાં આ બોર્ડની કરવામાં રચના
યોગ બોર્ડ
ભગવાન પરશુરામ બોર્ડ
રાજસ્થાન વૈદિક સ્ટડીઝ બોર્ડ
સિલાઈ કલા બોર્ડ
અસંગઠિત શ્રમિકો માટે અલગ શ્રમ કલ્યાણ બોર્ડ
રાજ્ય ગૌચર વિકાસ બોર્ડ
મોક્ષ મુક્તિધામ બોર્ડ
સ્વર્ણ કલા બોર્ડ
રજત કલા બોર્ડ
કાષ્ઠ કલા બોર્ડ
આર્થિક પછાત વર્ગ વિકાસ આયોગ
ધુમન્તુ, અર્ધધુમન્તુ અને વિમુક્ત જનજાતિ બોર્ડ
શોધ નિયામક આયોગની રચના કરવામાં આવશે.
First published: November 27, 2018, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading