Home /News /national-international /MP-છત્તીસગઢ બાદ હવે રાજસ્થાનમાં પણ ખેડૂતોનું દેવું માફ

MP-છત્તીસગઢ બાદ હવે રાજસ્થાનમાં પણ ખેડૂતોનું દેવું માફ

અશોક ગેહલોત (ફાઈલ ફોટો)

આ જાહેરાત બાદ સરકાર પર લગભગ 18 હજાર કરોડનો બોઝો પડશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી બનવાના ત્રીજા દિવસે અશોક ગેહલોતે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે.

સીએમ ગેહલોતે કહ્યું કે, સહકારી બેન્કો પાસેથી લીધેલી ખેડૂતોની પૂરી અલ્પકાલિન લોન માફ થશે. અશોક ગેહલોતની જાહેરાત અનુસાર, વાણિજ્ય બેન્કો પાસેથી લીધેલી 2 લાખની ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. આ જાહેરાત બાદ સરકાર પર લગભગ 18 હજાર કરોડનો બોઝો પડશે.

સીએમએ કહ્યું કે, વસુંધરા સરકારે 2000 કરોડ સુધીનું દેવું માફ કર્યું હતું. જ્યારે 8 હજાર કરોડનું દેવું છોડી દીધુ હતું. આ દેવા માફીથી સરકાર પર 18000 કરોડનો ભાર પડશે. જાહેરાત કર્યા બાદ 30 નવેમ્બર 2018 સુધીની લોન માફ કરવામાં આવશે.

નાયબ મુખ્યપ્રધાને કર્યું ટ્વીટ
દેવા માફી બાદ રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વાયદા અનુસાર, અમારી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ જે કહે છે તે કરે છે.



આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોત-પોતાના રાજ્યમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી ચુક્યા છે. આ બંને મુખ્યમંત્રીઓેએ પદના શપથ ગ્રહણ કર્યાના થોડા જ કલાકોમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી હસ્તાક્ષર કરી દીધા હતા.
First published:

Tags: Ashok Gehlot, Farmers loan, Third day, જયપુર