પાક. એજન્ટે ભારતીય સેનાના જવાનને અશ્લીલ ડાન્સ બતાવી હનીટ્રેપમાં ફસાવ્યો

News18 Gujarati
Updated: November 7, 2019, 4:17 PM IST
પાક. એજન્ટે ભારતીય સેનાના જવાનને અશ્લીલ ડાન્સ બતાવી હનીટ્રેપમાં ફસાવ્યો
સેના જવાન

આરોપી જવાનને પાકિસ્તાની મહિલા જાણકારી આપવા પૈસા આપતી હતી.

  • Share this:
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (Inter Serives Intelligence Agency)ની મહિલા એજન્ટ (Woman ISI Agent) એ સેનાની જાણકારી મેળવવા માટે સેનાના યુવાનને ફસાવ્યો. આ મામલે આરોપી સેનાના જવાન વિચિત્ર બેહરાને રાજસ્થાન પોલીસે પકડી પાડ્યો છે. હનીટ્રેપના આ કેસમાં વિચિત્રની સાથે સેનાના લાંસ નાયક રવિ શર્માને પુછપરછ માટે પકડવામાં આવ્યા હતા. પણ પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. સેનાના આ બે જવાનોને મંગળવારે જોધપુર રેલ્વે સ્ટેશનથી ગુપ્તર એજન્સીએ પકડી પાડ્યા હબતા. ગુરુવારે હવે વિચિત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી મુજબ પાકિસ્તાની મહિલા એજન્ટે ગત દોઢ-બે વર્ષથી સેનાના જવાનને પોતાના સંકજામાં ફસાવ્યો હતો. આ મહિલા વીડિયો કોલ પર જવાનને અશ્લીલ ડાન્સ બતાવતી હતી. સાથે જ આરોપી જવાનથી તેને જે જાણકારી આપતો હતો તેના બદલામાં બૅંક ખાતામાં પૈસા પણ જમા કરાવતી હતી. શરૂઆતી જાણકારી મુજબ ફેસબુક અને વોટ્સઅપ દ્વારા જવાન મહત્વપૂર્ણ જાણકારી પાકિસ્તાન મોકલતો હતો તેવું સામે આવ્યું છે.

તમને જણાવી દઇએ કે આ વર્ષે જાન્યુઆરીમાં જ હનીટ્રેપ મામલે સોમવીર નામના એક જવાનની ધરપકડ કરવામાં આવી હતી. પોકરણમાં આર્મીની ગતિવિધિઓની સૂચના આઇએસઆઇને આપવાના આરોપમાં સોમવીરને પણ પાકિસ્તાની મહિલા એજન્ટે ફસાવ્યો હતો. તે પણ સોશિયલ મીડિયા દ્વારા જ આ મહિલા એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. આમ પાકિસ્તાન દ્વારા મહિલા એજન્ટનો ઉપયોગ ભારતીય સેનાના જવાનોને હનીટ્રેપમાં ફસાવીને તેમનાથી સેનાની ગુપ્ત જાણકારી બહાર નીકાળવામાં આવી રહી છે. આ પહેલા પણ આવા કિસ્સા બહાર આવ્યા છે.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर